હિંદુ ધર્મમાં કોઇપણ વ્યક્તિના મૃત્યુ બાદ શબયાત્રા કાઢવામાં આવે છે અને શ્મશાનમાં અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. માન્યતાઓ અનુસાર કોઇની અંતિમ યાત્રામાં જવાથી પુણ્ય વધે છે અને શરીરને પવિત્ર બનાવવા માટે અગ્નિ સંસ્કાર બાદ ઘરે આવીને તરત જ સ્નાન કરી લેવું જોઇએ.
સ્વાસ્થ્યની સુરક્ષા માટે સ્નાન કરવું જરૂરી છેશબયાત્રામાંથી પાછા આવ્યા બાદ સ્નાન કરવું ખૂબજ જરૂરી છે. શબયાત્રામાં જવું એ પુણ્ય કર્મ છે, પરંતુ શ્મશાનમાં જવાથી આપણું શરીર અશુદ્ધ બની જાય છે. શરીરની શુદ્ધિ માટે શ્મશાનથી પાછા આવી સ્નાન કરવું જોઇએ.
શબયાત્રાના વાતાવરણમાં શબના અગ્નિસંસ્કારના કારણે ખૂબજ દુર્ગંધ ફેલાય છે અને નરી આંખે જોઇ ન શકાય તેવાં સુક્ષ્મ જંતુ ફેલાયેલાં હોય છે. આ જંતુઓ શ્મશાનમાં હાજર લોકોના કપડાં અને વાળમાં ચોંટી જાય છે.
શ્મશાનથી પાછા આવી સ્નાન ન કરીએ તો, આ જંતુ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. કોઇપણ પ્રકારના સંક્રમણથી બચવા શ્મશાનથી આવીને તરત જ સ્નાન કરવાની પરંપરા પ્રચલિત છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્મશાનથી પાછા આવી સ્નાન કર્યા વગર ન કરવા જોઇએ પૂજા-પાઠ જ્યારે પણ કોઇની અંત્રિમ યાત્રામાં જાઓ ત્યાર બાદ સ્નાન કર્યા વગર કોઇપણ પ્રકારની પૂજા-પાઠ ન કરવી જોઇએ.
પૂજા-પાઠ અને કોઇ મંદિરમાં પ્રવેશતાં પહેલાં શરીર શુદ્ધ હોવું જરૂરી છે. આ જ કારણે શબયાત્રા બાદ સ્નાન કરવું જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.