વડોદરા માતા-પુત્રી હત્યા કેસમાં આવ્યો નવો વળાંક: પોલીસે ઘરજમાઈની સઘન પૂછપરછ કરતા થયો મોટો ઘસસ્ફોટ

ગુજરાત: વડોદરા શહેર (Vadodara City) માં આવેલ સમા વિસ્તારના ચંદન પાર્કમાં રહેતા મા- દીકરીનાં રહસ્યમય મોતમાં હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો. પતિએ ગૃહકલેશ, પ્રેમપ્રકરણ સહિત અન્ય કેટલાક કારણોથી કંટાળીને પત્ની તથા દીકરીને આઇસક્રીમમાં ઝેર આપ્યા પછી બંનેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ખુલાસો થયો છે.

માં-દીકરીને ઝેર મિશ્રિત આઇસક્રીમ ખવડાવીને મોતને ઘાટ ઉતારી દેનાર હત્યારા પતિ તેજસ પટેલ પોલીસને જણાવે છે કે, મોડી રાત્રે આઇસક્રીમ ખાધા પછી પત્ની શોભનાએ હલનચલન કરતાં તેમજ ડૂસકાં ભરતાં તેણે પત્નીની છાતી પર બેસી જઇને તેનું ગળું દબાવી દીધું હતું.

આની ઉપરાંત દીકરીના મોં પર પર તકિયો લગાવ્યો, તે પણ જીવતી ન રહે એના માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઘટના બન્યા પછી પણ બંને જીવિત ન રહે એનાં માટે સતત 1 કલાક સુધી પત્ની તથા પુત્રીના મૃતદેહનું તેજસે પોતે સતત ઓબ્ઝર્વેશન કર્યું હતું.

હત્યાની રાત્રે રાતે શું બન્યું?
રાત્રે 10.30 વાગ્યે દીકરી સોસાયટીના કોમન પ્લોટમાં ગરબા રમીને ઘરે આવી. બાદમાં 11 વાગ્યે ઝેર મિશ્રિત આઇસક્રીમ તેજસે પત્ની અને દીકરીને ખવડાવ્યો અને પોતે ઝેર વગરનો આઇસક્રીમ ખાધો. રાત્રે 12.30 વાગ્યે પત્ની હલનચલન કરીને ડૂસકાં ભરવાનું શરૂ કરતાં તેજસ તેની છાતી પર બેસી જઈને ગળું દબાવી દીધું હતું.

આ ઝપાઝપીમાં પત્નીના ગળા પર ઇજા થઈ હતી તેમજ રાત્રે 12. 40 વાગ્યે પુત્રી જીવિત ન રહે એનાં માટે તેના મોઢા પર તકિયો મૂકીને દબાવી રાખ્યો હતો. બાદમાં 2 વાગ્યે બંને મોતને ભેટ્યા હોવાની ખાતરી કરીને તેજસ નીચે આવ્યો તેમજ પત્ની-પુત્રી ઊઠતાં નથી એમ તેના સાળાને જણાવ્યું હતું.

આઇસક્રીમ ખાધા પછી પત્ની અને દીકરી સૂઇ ગયાં:
તેજસના મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાં ઝેરી દવાથી કેવી રીતે વ્યક્તિ મરી શકે એવી માહિતી મળતાં પોલીસે પતિ તેજસની આકરી પૂછપરછ કરતાં કબુલ કર્યું હતું કે, રાતે પુત્રી કાવ્યા ગરબા રમીને આવ્યા પછી તેજસે અગાઉથી લાવી રાખેલો આઇસક્રીમમાં ઉંદર મારવાની દવા ભેળવીને પત્ની શોભના તેમજ પુત્રી કાવ્યાને ખવડાવ્યો હતો.

તેણે પોતે ઝેરના મિશ્રણ વગરનો આઇસક્રીમ ખાધો હતો. આઇસક્રીમ ખાધા પછી પત્ની તથા દીકરી સૂઇ ગયાં હતાં. થોડા સમય પછી શોભનાએ ઝેરી દવાને લીધે ડૂસકાં ભરવાનું શરુ કરતાં તેજસ ચોંકી ગયો હતો. તરત જ તે પત્ની શોભનાની છાતી પર બેસી ગયો હતો તેમજ ગળું દબાવીને હત્યા કરી હતી.

તું તારી સાસુ અને નણંદ વિશે કશું બોલીશ તો તમને બંનેને કઈ કરી નાખીશ:
તેજસ ધોરણ 12 સુધી ભણેલો છે. જ્યારે શોભનાએ બી.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેજસ કરતાં શોભનાબેન ઉંમરમાં 6 વર્ષ મોટાં હતાં. તેજસ વર્ષ 2016થી સાસરીમાં ઘર જમાઇ તરીકે રહેતો હતો કે, જે તેને પસંદ ન હતું. પત્ની શોભના સાથે ઘણીવાર તેજસની માતા તથા બહેન અંગે ઝઘડા થતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *