વાંદરાનો આ વિડીઓ જોઇને તમે પણ બોલી ઉઠશો, ‘હારકર ભી જીતને વાલોકો બાજીગર કહેતે હૈ’- જુઓ પ્રેરણાત્મક વિડીઓ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક પ્રેરણાત્મક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમને પણ પ્રેરણા મળશે.

પ્રાણીઓના વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેને જોઇને આપણું હૃદય પ્રસન્ન થઇ જાય છે. તો જયારે અન્ય ઘણા વિડીઓ એવા પણ હોય છે જેમાંથી આપણે કઈક શીખવાનું હોય છે. કેટલીક વાર આ વિડીઓ આપણને સારી પ્રેરણા પૂરી પાડે છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.જેમાં એક વાંદરાનું બચ્ચું દીવાલ પર ચડવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ તે ચડી નથી રહ્યું. છતાં તે મહેનત કરીને વારંવાર ઉપર ચડવાની કોશિશ કરી રહ્યું છે.

આ વીડિયો આઈએએસ અધિકારી એમવી રાવે ટ્વિટર પર શેર કર્યો છે. જેની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘મેની લેશન. તમને જણાવી દઈએ કે આ વીડિયોને પહેલા વિવેક નાયર નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો હતો, જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘હમેંશા આગળ વધતા રહો’.

આ વીડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક વાંદરાનું બચ્ચું વારંવાર દીવાલ પર ચડવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેમની માં દીવાલ પર બેઠેલી હોય છે. ખુબ જ પ્રયત્ન કર્યા બાદ પણ તે દીવાલ પર ચડી શકતું નથી. જેથી અંત સુધી હાર માન્ય વગર તે તેમની માતાની પુંછ પકડીને દીવાલ પર ચડવા લાગે છે.

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોમાં વાંદરાના બચ્ચાના મગજના વખાણ કરી રહ્યા છે. આ વિડિઓ અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. લોકો વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વપરાશકર્તાએ લખ્યું છે કે, પરિવારનો સપોર્ટ. બીજાએ લખ્યું, માતાપિતા એ બાળકોની પ્રગતિની સીડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *