‘નારી તું નારાયણી’ આ કહેવત તો તમે સાંભળી જ હશે. આ કહેવતમાં નારી એટલે કે મહિલાને નારાયણીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે ત્યારે આજે આપણે એવી નારી શકિતની વાત કરવાં માટે જઈ રહ્યાં છીએ કે, જે કોરોનાકાળમાં નારાયણી બનીને જ ખડે પગે ઉભી રહી છે.
કોરોના સામેના યુદ્ધમાં એમ્બ્યુલન્સ ચલાવીને સારથીની ભૂમિકા ભજવી રહી છે. 49 વર્ષીય ગીતાબેન દર્દીઓને ત્વરિત સારવાર માટે પહોંચાડવાથી લઈને મૃત દર્દીના સ્વજનોને સ્મશાન સુધી લઈ જવાની અહમ મનથી નિભાવી કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
15 વર્ષ અગાઉ ગીતાબેનને કેન્સરની ભયંકર બીમારી થઈ હતી તેમજ આ કેન્સરની બીમારીને લીધે તેમને કેટલીક વેદના તથા તકલીફો સહન કરવી પડતી હતી. તે તકલીફ કોઈને ન પડે એની માટે તેમને એમ્બ્યુલન્સ ચલાવવાનું નક્કી કર્યું હતું. જેને લીધે તેઓ આ કાર્ય કરી રહ્યાં છે.
ગીતાબેન પુરોહિત છેલ્લા 15 વર્ષથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ચલાવે છે :
અમદાવાદમાં રહેતા ગીતાબેન કોરોના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાથી લઈને દર્દીની ડેડ બોડી પણ અટેન કરે છે. છેલ્લા 15 વર્ષથી એમ્બ્યુલન્સ ચલાવતી મહિલાએ અત્યાર સુધીમાં 5,000 કરતાં પણ વધારે દર્દી તથા ડેડ બોડીને નિયત સ્થળે પહોંચાડી છે.
આ મહિલાને કેટલાક લોકો દ્વારા સમાજમાં કેટલીક જગ્યાએ એ સ્કોચિત નજરે જોવામાં આવે છે પરંતુ અમદાવાદમાં રહેતી આ મહિલા આવી વિચારવાળા લોકોની માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મહિલાનું નામ ગીતા બેન પુરોહિત છે.
જેઓ છેલ્લા 15 વર્ષથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ચલાવી રહ્યાં છે. ગુજરાતમાં ઉત્તરથી લઈને દક્ષિણ પૂર્વથી લઈને પશ્ચિમ સુધી બધી જ જગ્યા પર તેમની એમ્બ્યુલન્સ લઈને દોડે છે. રાત્રે પણ તેમનો ફોન સતત રણકતો રહે છે. ગીતાબેન રાત્રે પણ તેમની એમ્બ્યુલન્સ લઈને દોડે છે તેમજ ડેડ બોડી તથા દર્દીઓને નિયત સ્થળે પહોંચાડે છે. આ સેવાનું કાર્ય તેવો સતત 15 વર્ષથી કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેમને 5,000થી પણ વધારે લોકોની સેવા કરી છે.
મારા ઘર કરતા કોઈનો જીવ જરૂરી છે: ગીતાબેન
ગીતાબેન પુરોહિત જણાવતાં કહે છે કે, ઘરની જવાબદારીની સાથે હું એમ્બ્યુલન્સ ચલાવી રહી છું, સામાન્ય રીતે ઘરના બધાં જ કામ કરું છું, એકવાર એવો સમય આવ્યો હતો કે, હું મુંઝાઈ ગઈ કે ઘરનું કામ મૂકીને કેમ જવાય પણ બાદ તરત જ કઈ વિચાર્યા વિના હું એમ્બ્યુલન્સ લઈને ભાગી હતી.
કારણ કે, મારા ઘર કરતા કોઈનો જીવ ખુબ જરૂરી છે. 15 વર્ષ અગાઉ ગીતાબેનને કેન્સર થયું હતું તથા આ કેન્સરની બીમારીને લીધે તેમને અનેક વેદના તથા તકલીફો સહન કરી રહી હતી. તે તકલીફ કોઈને ન પડે તેની માટે તેમને એમ્બ્યુલન્સ ચલાવવાનું નક્કી કર્યું હતું.
ગુજરાત બહાર પણ અનેકવાર એમ્બ્યુલન્સની સેવા આપી છે :
શરૂઆતમાં ગીતાબેન દર્દીઓને લઈ જતા હતા. ત્યારપછી તેમને ડેડ બોડી અટેન કરવાની શરૂઆત કરી હતી. કોરોનાકાળમાં પણ અનેક કોરોના મૃતદેહોને તેમને એમ્બ્યુલન્સ મારફતે નિયત સ્થળ પર પહોંચાડ્યાં છે. જો કે, તેમને કોઈ જાતનો ભય રહેતો નથી.
શરૂઆતમાં પરિવાર દ્વારા તેમના આ કામને અવગણવામાં આવ્યું હતું તેમજ તેમને આ કામ ન કરવા માટેની સલાહ આપવામાં આવી હતી પરંતુ ગીતાબેન દ્વારા આ કાર્યને સેવાનું કામ માનીને આગળ વધ્યા હતા. હાલમાં ગીતા બેન તેમજ તેમના પતિ ગૌરવ ભાઈ નોર્મલ ચાર્જ લઈને આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle