Meteorological department’s rain forecast: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ એક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યારે મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધબડકો બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદે તારાજી સર્જી રહ્યો છે. લોકો વરસાદના તાંડવથી તોબા પોકારી ઉઠ્યા છે તેમ છતાં વરસાદનું જોર ઘટવાની શક્યતા નથી.આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે(Meteorological department’s rain forecast) સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.
આ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર
બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આજે વરસાદને લઈને રાજકોટ, દ્વારકા, ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે નવસારી, જામનગર, કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તેમજ અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ અને વડોદરામાં પણ ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની માછીમારોને સૂચના
હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી છે.
ઓગસ્ટમાં પણ ભારે વરસાદની શક્યતાઃ અંબાલાલ
ઓગસ્ટ મહિનાને લઈને પણ અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે. ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube