આગરામાંથી એક એવો અજીબ કિસ્સો સામે આવ્યો છે. આગરામાં સોમવારે સવારે ઘરની સામે રમતા રમતા બાળક 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો છે. પરિવારને સાથે રમતા બાળકો એ જાણ કરી હતી. પોલીસને જાણ કરતા પોલીસે બાળકને બચાવવા રેસ્ક્યુ શરુ કરાયું છે. બોરવેલમાં ઓક્સિજન અને ખાવા પીવાની વસ્તુઓ દોરડા દ્રારા અંદર પહોચાડવામાં આવે છે. આર્મી રેસ્ક્યુ માટે પહોંચી ગઈ છે. આ સિવાય ગાઝિયાબાદથી એનડીઆરએફની ટીમને બોલાવાવમાં આવી છે.
આ ઘટના નિબોહારની ઘરિયાઈ ગામની છે. છોટે લાલનો દિકરો શિવા સોમવારે સવારે છ વાગે ઘરની બહાર રમતો હતો. તે દરમિયાન રમતા રમતા અચાનક બોરવેલના ખાડામાં પડી ગયો હતો. તેની સાથે રમતા બાળકોએ દોડીને તેના પરિવારજનોને જાણ કરી હતી. થોડી જ વારમાં આખા ગામના લોકો ભેગા થઈ ગયા હતા. એસપી ગ્રામીણ અશોક વેન્કેટ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટીમની સાથે મળીને બાળકને બચાવવા પ્રયાસ શરુ કરવામાં આવ્યા હતા. ગ્રામીણોને બોરવેલથી દૂર કરવામાં આવ્યા હતા.
જિલ્લાઅધિકારી પ્રભુ નારાયણે જણાવ્યું કે, એનડીઆરએફથી મદદ માટે માંગ કરી છે. પરંતુ ટીમને ગાઝિયાબાદ આવવામાં સમય લાગશે. તેથી આગરામાં આવેલી આર્મીની મદદ લેવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બે એમ્બ્યુલન્સ અને બે જેસીબી છે અને ડોક્ટર્સ પણ ઘટના સ્થળે હાજર છે. બાળક સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે.
પરિવારજનોએ દોરડું ખાડામાં નાખીને શિવા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. શિવાએ દોરડું ખેંચ્યું તો લોકોને આશા બંધાઈ કે એ જીવતો છે. ત્યારપછી તેને બચાવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા. પરિવારજનોની રડી રડીને ખરાબ હાલત છે.
સ્વાસ્થ્ય વિભાગની ટીમે બોરવેલમાં ઓક્સિજન અને ભોજનનો બધો સામાન મોકલ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ભીડ હટાવી છે. બાળકને સાજો સમો બહાર કાઢવા માટે એક્સપર્ટની ટીમ ભેગી થઇ ગઈ છે. હાલ અધિકારીઓ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ તેમની આંતરિક માહિતીથી એવો ખ્યાલ આવે છે કે, રેસ્ક્યુમાં 2-3 દિવસનો સમય લાગી શકે છે.
બોરવેલમાંથી પાઈપ કાઢીને છોટેલાલના પરિવારે બીજા બોરવેલમાં નાખી દીધી હતી. પરંતુ બેદરકારીમાં તેને બંધ કરવાનું ભૂલી ગયા હતા. હવે તેમને દુખ છે કે, જો બોરવેલ બંધ કરી દેવામાં આવ્યો હોત તો આ ર્દુઘટના બની ન હોય. ઘટના સ્થળે ધારાસભ્ય જીતેન્દ્ર વર્મા પણ પહોંચી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.