અમદાવાદમાં માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. બાળક જો રમવા જાય છે તો તેનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. કારણ કે, થલતેજ ગામમાં એક દુઃખદ ઘટના બની છે. એક બાળક તેના મીત્રો સાથે ક્રિકેટ રમતો હતો ત્યારે દડો મંદિરમાં જતા તે લેવા ગયો હતો. બોલ લેવા તે દરવાજો કૂદીને અંદર ગયો પણ પગ લપસતા દરવાજાનો ભાલો છાતીમાં ઘૂસી ગયો અને નાના ભૂલકાનું ઘટના સ્થળે જ દુ:ખદ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના થલતેજ ગામના મોટા ઠાકોર વાસના ખોડિયાર વાસમાં રહેતા નાગજીભાઈ ઠાકોર રીક્ષા ચલાવી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અહીં માંડવરાય મહાદેવનું મંદિર આવેલું છે. શનિવારના રોજ આ જ મંદિરની સામે રહેતા નાગજીભાઈનો 12 વર્ષનો પુત્ર હર્ષ ઠાકોર રમી રહ્યો હતો.
ક્રિકેટ રમતા રમતા બોલ મંદિરના પાછળના દરવાજાથી અંદર જતા તે ત્યાં લેવા ગયો હતો. આ દરવાજા પર તીક્ષ્ણ ભાલા લગાવેલા હતા. દરવાજો કૂદીને તે અંદર ગયો હતો. પરંતુ ત્યાંથી દડો લઈને આવતા પગ લપસ્યો અને તે જાળીમાં લાગેલ ભાલો છાતીમાં ઘુસી ગયો હતો.
આ દરમિયના સ્થળ પર જ તે લોહીલુહાણ હાલતમાં મૃત્યુ પામ્યો હતો. આ અંગે પરિવારને જાણ થતા પરિવારજનો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. બાદમાં ભાલો કાઢી હર્ષને ત્યાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હોવાનું સોલા પીઆઇ જે પી જાડેજા એ જણાવ્યું છે.
ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. અને બીજી તરફ હર્ષના મૃત્યુને લઈને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કારણ કે, તેમણે તેમનો નાનો બાળક ગુમાવ્યો છે. આ ઘટના બાદ તેના પરિવારજનો ચોક્કસ કહી રહ્યા છે કે, તેઓએ તેમનું બાળક ગુમાવ્યું પણ તમામ વાલીઓએ તેમના બાળક રમવા જાય તો તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.