મધ્ય ગુજરાતમાં આવેલ અમદાવાદમાં (Ahmedabad) રવિવારે એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એક આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને હાલમાં નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
રવિવારના રોજ અમદાવાદમાં આવેલ રાજપથ ક્લબ (Rajpath Club) નજીક ફૂલ સ્પિડમાં આવતી કાર ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને કાર ડિવાઇડર તોડીને સામેની બાજુ પહોચી જતાં કાર ચાલકને પણ ગંભીર રીતે ઇજા પહોચી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે, તે ચારવાર પલટી મારી ગઈ હતી અને ડિવાઈડર તોડીને સામેના રોડ ઉપર જતી રહી હતી. એસજી હાઇવે ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટના અંગે પોલીસનાં જણાવ્યાં પ્રમાણે, અમદાવાદમાં આવેલ નવરંગપુરા વિસ્તારમાં રહેતા 24 વર્ષનાં કિશન અશ્વિનભાઇ પટેલ રવિવારે બપોરે ફૂલ સ્પિડમાં કાર લઇને ઇસ્કોનથી થલતેજ તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ચાલકે એક્ટિવાને ટકકર મારી હતી. કાર ફૂલ સ્પિડમાં જઈ રહી હતી કે, તે એક્ટિવાને ટક્કર મારીને ચારવાળ ફંગોળાઇ અને સામેના રોડ ઉપર જતી રહી હતી.
ફૂલ સ્પિડમાં આવી રહેલ કાર ચાલકે ચાંદલોડિયામાં રહેતા એક્ટિવા ચાલક 24 વર્ષના ઋત્વિક કાળીદાસ પટેલ 50 મીટર સુધી ઢસડાતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. જયારે એક્ટિવા ફંગોળાઇને રાજપથ ક્લબ સાઇડ જઇને પડયું હતું. ઋત્વિક એશિયન ગ્રેનીટો ઇન્ડિયા લિમિટેડ (AGL) કંપનીના ડાયરેકટર કાળીદાસ પટેલનો યુવાન પુત્ર હતો.
ઘટનામાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થલે જ મોત થયું હતું અને કાર ડિવાઇડ તોડીને સામેની બાજુ જતી રહી હોવાથી કાર ચાલકને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. કારે એક્ટિવાને ટક્કર મારતા આગળ જતા સ્કૂટરને એક્ટિવા અથડાતાં સ્કૂટર ઉપર જતા દંપતીને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. સમગ્ર ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં રાહદારીએ ફોન કરતાં એમ્બ્યુલન્સમાં તમામને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્કૂટર ઉપર જઇ રહેલા થલતેજમાં રહેતા જયાબહેન ઠાકરેને પગે ત્રણ ફ્રેકચર થયા હતા.
#Ahmedabad #SGHighway #Accident pic.twitter.com/4731o0RyFg
— Sahil Sutariya (@sutariyasahil) September 27, 2020
હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી રહી છે. આ દરમ્યાન તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, કારની સ્પિડ વધારે હતી. કાર ચાલકે બ્રેક જ મારી ન હતી જેથી ગમખ્વાર અકસ્માત સર્જાયો અને કાર ડિવાઇડર કૂદીને સામે સાઇડ પહોચી ગઇ હતી. ટ્રફિક પોલીસ દ્વારા સીસીટીવી કાર ચાલક સામે ગુનો નોધી સીસીટીવી ફુટેજ આધારે પુરાવા એકઠા કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Ahmedabad : Accident between Car and Activa near Rajpath Club, 1 dead. More details await#Ahmedabad pic.twitter.com/2CY7zoMJ1V
— Aaquib Chhipa (@AcAaquib) September 27, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle