અમદાવાદમાં AMCના સ્વિપર મશીને ફૂટપાથ પર દંપતીને કચડ્યું- રોટલા બનાવતી મહિલાનું મોત, પતિનો પગ કચડી નાખ્યો

Accident in Ahmedabad Vasana: રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. વાસણા વિસ્તારમાં જી.બી. શાહ…

Accident in Ahmedabad Vasana: રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. વાસણા વિસ્તારમાં જી.બી. શાહ કોલેજ પાસે આજે વહેલી સવારે મનપાના સ્વીપર મશીને કાબુ ગુમાવતા ફૂટપાથ પર રહેલા દંપતીને કચડી નાખ્યું હતું. જેમાં ઘટના સ્થળે જ મહિલાનું કરુણ મોત(accident in Ahmedabad Vasana ) નીપજ્યું હતું. જ્યારે મહિલાના પતિનો પગ કચડી નાખ્યો હતો. ઘાયલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સ્વીપર મશીન નીચે કચડાયેલા દંપતીની ચીસોથી આસપાસના વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. મહિલા ફૂટપાથ પર રોટલા બનાવી રહી હતી. તે સમયે અચાનક મનપાના સ્વીપર મશીને કાબુ ગુમાવતા ફૂટપાથ પર રહેલા દંપતીને કચડી નાખ્યું હતું. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરીને કાર્યવાહી હાથધરી છે.

સ્વીપર મશીનના ચાલકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તેમજ મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. જ્યારે ઈજાગ્રસ્ત પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વાસણા જી.બી. શાહ કોલેજ પાસે વહેલી સવારે સ્વીપર મશીન ફૂટપાથ ઉપર ચડી જતા દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી, આ ઘટનામાં શ્રમિક મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના પતિનો પગ અકસ્માતમાં કચડાઈ જતા હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આ મહિલા જ્યારે ફૂટપાથ પર રોટલા બનાવતી હતી ત્યારે અચાનક AMCનું સ્વીપર મશીને દંપતીને કચડી નાખ્યું હતું. જેમાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના પતિને ગંભીર ઈજા સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા પણ AMC સ્વીપર મશીનના કારણે માસુમ વ્યક્તિના મોત નીપજ્યા હતા. ઘટના બાદ સ્વીપર મશીનનો ચાલક ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આસપાસના લોકોએ તેનો પીછો કરી પકડી પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *