શાહરુખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનની વધી મુશ્કેલી: અલ્હાબાદ હાઈકોર્ટે ફટકારી નોટિસ… -જાણો શું છે સમગ્ર મામલો?

shahrukh khan, akshay kumar, ajay devgn issued notice: અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને નોટિસ પાઠવી છે. જે બાદ આ કલાકારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ નોટિસ(shahrukh khan akshay kumar ajay devgn) પાન મસાલા કંપનીઓની જાહેરાતના મામલે આપવામાં આવી છે. અરજીકર્તાએ અભિનેતાઓ પર ભ્રામક જાહેરાતોનો આરોપ લગાવ્યો છે અને પદ્મ પુરસ્કારો જપ્ત કરવા અને દંડ લાદવાની માંગ કરી છે.

અરજદારનું કહેવું છે કે, આ કલાકારો પાન મસાલા કંપનીઓની જાહેરાત કરે છે જે તમાકુની પ્રોડક્ટ છે અને તેના પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં ભ્રામક જાહેરાતો કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

હાઈકોર્ટે બહાર પાડી માર્ગદર્શિકા 
પિટિશનર એડવોકેટ મોતીલાલ યાદવે જણાવ્યું હતું કે, “ફિલ્મ ઉદ્યોગના કલાકારો, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, સૈફ અલી ખાન, આ લોકો ભ્રામક જાહેરાતો કરે છે. ગુટખા પ્રતિબંધિત તમાકુ છે અને તેનો પ્રચાર કરવો ગેરકાયદેસર છે. દરેક જણ તેની સામે ગેરકાનૂની છે. તેનો પ્રચાર કરતા, આ અંગે મેં લખનૌ હાઈકોર્ટની બેંચમાં 22 સપ્ટેમ્બર 2022ના રોજ પીઆઈએલ દાખલ કરી હતી.

અરજદારે કહ્યું કે, હાઈકોર્ટે મારી અરજી સ્વીકારી હતી અને બે ગાઈડલાઈન આપી હતી. જે કલાકારોને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારો આપવામાં આવે છે, જેમ કે અક્ષય કુમારને પદ્મશ્રી, શાહરૂખ ખાનને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યા છે. મેં આ મુદ્દાને લઈને અરજી દાખલ કરી હતી, તેમને આપવામાં આવેલા પદ્મ પુરસ્કારો પાછા લેવામાં આવે. ગુટખા કંપનીઓ સામે ભ્રામક જાહેરાતો કરનારા કલાકારો પર 50 લાખ રૂપિયાના દંડની જોગવાઈ થવી જોઈએ.

આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે ભારત સરકારને બે ગાઈડલાઈન જારી કરી છે. ભારત સરકારે પદ્મ પુરસ્કાર જપ્ત કરવા માટેની માર્ગદર્શિકા જારી કરવી જોઈએ અને કમિશનરે ગ્રાહક અદાલતને કહ્યું છે કે અભિનેતાઓ અને સેલિબ્રિટીઓ દ્વારા સમર્થન આપવામાં આવતી આવી જાહેરાતો સામે અને ગુટખા કંપનીઓ સામે પગલાં લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *