અમદાવાદમાં અડધી રાત્રે મેડિકલ સ્ટોરના તાળા તોડી 4 ઇસમોએ કરી હજારોની ચોરી –  CCTV થયા વાઈરલ

હાલમાં શહેરના પૂર્વ વિસ્તારમાં એક તસ્કર ટોળકી ફરી એકવાર સક્રિય થઈ છે. ઘટના કૃષ્ણનગરની છે જેમાં ચાર લોકોએ એક દુકાનમાં ચોરી કરી હતી અને આસપાસની…

હાલમાં શહેરના પૂર્વ વિસ્તારમાં એક તસ્કર ટોળકી ફરી એકવાર સક્રિય થઈ છે. ઘટના કૃષ્ણનગરની છે જેમાં ચાર લોકોએ એક દુકાનમાં ચોરી કરી હતી અને આસપાસની દુકાનોના પણ તાળા તોડ્યા હતા. એક મેડિકલ શોપમાં ચાર લોકો આવ્યા હતાં. આ ચાર શખ્સો ઇકો કારમાં આવ્યા હતાં. તેમાં એક શખ્સ રેકી કરતો હતો, અન્ય બે લોકોએ તાળું તોડ્યું અને અન્ય એક શખ્સ અંદર ઘૂસ્યો હતો. ત્યારબાદ આ શખ્સો દ્વારા 96 હજારની ચોરી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વહેલી સવારે ચોરી કરવા નીકળેલી આ ગેંગ વિષે તપાસ શરૂ કરી છે. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

નરોડામાં રહેતા અશ્વિનભાઈ પટેલ વૃંદાવન રેસિડેન્સી નીચે નિસર્ગ કેમિસ્ટ નામની દુકાનમાં વેપાર કરે છે. 5 તારીખે તેઓ તેમની દુકાને આવ્યા હતા. ત્યારબાદ રાત્રિના સમયે દુકાન બંધ કરી તેઓ ઘરે ગયા હતાં. બીજા દિવસે એટલે કે,  તારીખ 6ના રોજ તેઓ દુકાને આવ્યા હતા. ત્યારે સૌથી પહેલા તેમણે બાજુની દુકાનના માલિકે ફોન કર્યો અને તેમની દુકાનનું તાળું તૂટેલું હોવાની જાણ કરી હતી.

જયારે તેમણે દુકાને આવીને જોયું તો દુકાનમાં સામાન વેર વિખેર થયેલો હતો. અંદર જઈને જોયું તો 96,500 રૂપિયાની ચોરી થઈ ગઈ હતી. તાત્કાલિક પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો આ મેડિકલની દુકાન સિવાય અન્ય દુકાનોના પણ તાળા તૂટેલા હતા.

સમગ્ર ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવીમાં કેદ ચોરોની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આ મામલે તપાસ કરી તો ઇકો કારમાં ત્રણ વધુ લોકો આવતા જણાય છે. એક શખ્સ દુકાનનું તાળું તોડે છે અને એક શખ્સ રેકી કરે છે ઉપરાંત એક શખ્સ ચોરી કરી રહ્યો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *