જુઓ કેવી રીતે ધોળાદીવસે સુરતના જવેર્લસમાંથી બે ઇસમોએ ફાયરીંગ કરીને લુંટ્યું જવેર્લસ- સમગ્ર ઘટના CCTVમાં કેદ

હાલના સમયમાં જે રીતે દિવસેને દિવસે ક્રાઈમની ઘટના બની રહી છે તે જોઇને લાગી રહ્યું છે કે સુરત ક્રાઈમ સીટી બની રહ્યું છે. સુરતમાં ગુનાઓ કોરોના કરતા પણ વધારે ફેલાઈ રહ્યા છે. દિવસેને દિવસે સુરતમાં ઘટનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. હાલ પણ સુરતના એક જવેર્લસમાં દિનદહાડે ફાયરીંગ કરીને લુંટ કરવામાં આવી છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, સુરતના પુણાગામ વિસ્તારમાં આ ઘટના બની છે. પુણાગામમાં ભૈયા નગર વિસ્તારમાં આવેલા એક જવેર્લસમાં આ ઘટના બની હતી. મળેલી માહિતી અનુસાર આ જવેર્લસનું નામ ભાગ્યોદય જવેલર્સ છે. cctvમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે ધોળા દિવસે બે ઇસમોએ જવેર્લસમાં ઘૂસીને ફાયરીંગ કરીને લુંટ મચાવી હતી.

જવેર્લસમાં હાજર રહેલા વ્યક્તિએ જણાવતા કહ્યું હતું કે, જવેર્લસમાં કોઈ ના હતું ત્યારે બે ઈસમો અંદર ઘૂસે છે અને અચાનક જ વેપન (બંદુક) કાઢીને ખુલેઆમ લુંટ મચાવે છે. મળેલી માહિતી અનુસાર એક ઈસમને ઈજા પણ થઇ હતી. હાલ સુરત શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરી લૂંટની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આવી જ એક ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં પણ થઇ હતો. અને આજે પુણાગામ વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે.

આ ઘટના સર્જાતા ગણતરીની મીનીટોમાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *