અમદાવાદ(ગુજરાત): એક પિતાએ પોતાના દીકરાના ગુમ થવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે, બંને પતિ પત્ની નોકરી કરતા હોવાથી તેઓ સવારે નોકરીએ ગયા હતા. ત્યારબાદ બપોરે આવીને જોયું તો તેમનો દીકરો ઘરે ન હતો. તેણે તેના રૂમમાં એક ચિઠ્ઠી મૂકી હતી. તેમાં લખ્યું હતું કે, મમ્મી-પપ્પા મારા ફોનેમાં એક રેકોડીંગ છે તે સાંભળી લેતો અને તમારું ધ્યાન રાખજો. તેને રેકોર્ડિંગમાં જણાવ્યું હતું કે, તેને ભણવામાં રસ નથી અને તે કંટાળી ગયો છે. તેથી તે ઘરેથી નીકળી ગયો છે.
જ્યારે સગીરના પિતાએ ઘટના બાદ પોતાના દીકરાના મિત્રની પૂછપરછ કરી ત્યારે મિત્રોએ જણાવ્યું હતું કે, તેઓ સવારે ઘરેથી દાબેલી અને વડાપાવ ખાવા નીકળ્યા હતા. ત્યારબાદ દિલ્હી જવ છું તેમ કહી રિક્ષામાં બેસી સગીર કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળ્યો હતો. આ બાદ બાપુનગર પોલીસે અપહરણનો ગુનો ન નોંધી સગીરની શોધ શરુ કરી છે.
અમદાવાદના બાપુનગરમાં રહેતા 40 વર્ષના આધેડને 15 વર્ષનો એક પુત્ર છે. તેઓ એક પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમનો પુત્ર બાપુનગરની એક સ્કૂલમાં ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરે છે. પિતા ગુરૂવારના રોજ સવારે તેમની નોકરીએ ગયા હતા અને ત્યારબાદ તેમની પત્ની પણ નોકરીએ ગઇ હતી. ત્યારે તેમનો 15 વર્ષનો પુત્ર ઘરે એકલો હતો. બંને પતિ-પત્ની બપોરે જ્યારે ઘરે આવ્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજો બંધ હતો. લોકની એક ચાવી તેઓની પાસે તથા એક ચાવી તેમના પુત્ર પાસે રહેતી હતી. જેથી તેઓને એવું લાગ્યું હતું કે, તેમનો પુત્ર ટ્યુશનમાં ગયો હશે અને આશરે 15 મિનિટ પછી તેમના દીકરાને ફોન કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો.
તેથી દીકરાના રૂમમાં જઈને રૂમની તપાસ કરતા ટેબલ પરથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, મમ્મી-પપ્પા મારા ફોનેમાં એક રેકોડીંગ છે તે સાંભળી લેતો અને તમારું ધ્યાન રાખજો. તેથી 40 વર્ષના પિતાએ તેના દીકરાએ મોબાઇલમાં કરેલું રેકોર્ડિંગ સાંભળ્યું તો તેમાં કહ્યું હતું કે, “મને ભણવામાં રસ નથી મારે ભણવું નથી અને હું કંટાળી ગયો છું એટલે હવે પાછો નહિ આવું અને હું તથા મિત્ર અમે બંને સાથે જ છીએ.” તેવું જણાવ્યું હતું.
તેથી પિતાએ તેમના દીકરાના મિત્રને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, સવારે 11 વાગ્યે તે બંને તેઓના ઘરેથી સાયકલ લઈને નીકળ્યા હતા અને હીરાવાડી ચાર રસ્તા પાસે દાબેલી અને વડાપાવ ખાધા હતા અને સાયકલ હીરાવાડી ખાતે આવેલા એક કોમ્પ્લેક્ષમાં મૂકી દીધી હતી. ત્યારબાદ 15 વર્ષની સગીર દિલ્હી જાઉં છું તેમ કહીને રિક્ષામાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન ખાતે જવા રવાના થયો હતો. તેથી આ અંગે પિતાએ બાપુનગર પોલીસને જાણ કરતા 61,500 રૂપિયા લઈને ઘરેથી નીકળેલા સગીરની શોધ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.