રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવા પાછળ CR પાટીલ જવાબદાર- જાણો કોણે કહી દીધી આ વાત

કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આવા સમયમાં પણ ભાજપનાં અધ્યક્ષ CR પાટીલ દ્વારા રેલીઓનું આયોજન કરવામાં આવતું હોય છે.રાજ્યમાં કોરોના વાયરસના મુદ્દે હવે…

કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આવા સમયમાં પણ ભાજપનાં અધ્યક્ષ CR પાટીલ દ્વારા રેલીઓનું આયોજન કરવામાં આવતું હોય છે.રાજ્યમાં કોરોના વાયરસના મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ CR પાટીલની યાત્રાને કોરોનાનાં સંક્રમણ વધવા માટે જવાબદાર ગણાવવાનો સંગીન આરોપ કૉંગ્રેસનાં વરિષ્ઠ આગેવાન અર્જુન મોઢવાડિયાએ કર્યો છે.

મોઢવાડિયાએ સરકાર તથા ભાજપ પર રોષ ઠાલવતાં એક બાદ એક ઘણાં આરોપો કર્યા. મોઢવાડિયાએ જણાવતાં કહ્યું, કે CR પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા પછી ભારતીય જનતા પાર્ટીનાં કુલ 120 સભ્યોને કોરોના થયો. મોઢવાડિયાનાં આ તીખા બોલથી રાજ્યનાં રાજનીતિમાં ગરમાવો આવે એવી વકી છે. મોઢાવાડિયાએ રથયાત્રા, શાળા-કૉલેજ બંધી, અંબાજી મંદિર તેમજ અન્ય બધાં મોરચે CR પાટીલ પર પ્રહારો કર્યા છે.

મોઢવાડિયાએ જણાવતાં કહ્યુ, કે  એક બાજુ સરકાર રથયાત્રાની પરવાનગી ન આપે, શાળા બંધ રહે બાળકોને શિક્ષણ ન લઇ શક્યા ત્યારે ભાજપ પ્રમુખ ભાઉની યાત્રા રાજ્યમાં સાનથી ફરી છે.  આ યાત્રાના પહેલાં ચરણ પછી સૌરાષ્ટ્રનાં ભાજપના કુલ 120 આગેવાનો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં અંબાજી મંદિર પ્રજાની માટે બંધ રાખ્યું પણ અહીં થયું કે માતાજી જાણે ભાઉનાં દર્શનની માટે મંદિર ખોલવામાં આવ્યું હોય એવા ઘાટ સર્જાયો છે, ત્યારે પાટીલને પાસામાં કોણ મોકલશે? સરકારની શું મજબુરી છે કે રાજ્ય સરકાર ભાઉથી ડરે છે.

કોરોના સંક્રમણમાં વધારો થવાં માટે પાટીલ જવાબદાર છે એવો સંગીન આરોપ કરતાં મોઢવાડિયાએ જણાવતાં કહ્યું કે, પાટીલે રાજ્યને અસલામતી મુકવાનુ કાર્ય કર્યું છે. રાજ્યને કોરોના હોમનું કાર્ય ભાજપ પ્રમુખ કર્યું છે. અગાઉ ‘નમસ્તે ટ્રમ્પ’ તથા હવે પાટીલની યાત્રાને લીધે રાજ્યમાં કોરોના ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *