આશ્ચર્યજનક કિસ્સો, ‘જો તું મારી સાથે સંબંધ નહીં બાંધે તો હું તને મારી નાંખીશ’

અમદાવાદમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને એક યુવકે ધમકી આપીને કહ્યું કે ‘તું જો મારી સાથે સંબંધ નહીં બાંધે તો…

અમદાવાદમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને એક યુવકે ધમકી આપીને કહ્યું કે ‘તું જો મારી સાથે સંબંધ નહીં બાંધે તો હું તને જાનથી મારી નાંખીશ.’ જે પછી યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં યુવક અક્ષય સામે ફરિયાદ નોંધાલી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતી અને વસ્ત્રાપુરની આર.જે તીબરેવાલ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને ધમકી મળી હતી.

ફોન ન ઉપાડતા યુવક કોલેજ આવી ગયો

7 જાન્યુઆરીએ યુવતી કોલેજે ગઈ હતી ત્યારે અક્ષયે તેના મોબાઈલ ફોન પર ફોન કર્યો હતો. પરંતુ તેણે ફોન ન ઉપાડતા અક્ષય કોલેજ આવી ગયો હતો.

જાનથી મારી નાખવાની ધમકી

યુવતી કોલેજમાંથી બહાર આવતા અક્ષયે ‘તું મારો ફોન કેમ નથી ઉપાડતી, મારી સાથે કેમ સંબંધ નથી રાખતી ? તેવા સવાલો કર્યા હતાં. અને ધમકી આપી હતી કે, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી.

પોલીસમાં ફરિયાદ

યુવક સતત છ દિવસ સુધી કોલેજમાં આવતો હતો અને ધમકીઓ આપતો હતો. જેનાથી કંટાળીને યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *