મધ્ય ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની (Thaltej Loot ahmedabad) ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના બનતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જાણીતા ડોક્ટરના (Doctors Bunghlow) પુત્ર ઘરે હાજર હતો આ દરમિયાન કોઈ અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસી ગયો અને છરી બતાવીને (Loot on the point of knife) લૂંટ કરી ચાલ્યો ગયો હતો.
અમદાવાદમાં આવેલ થલતેજ વિસ્તારમાં આવેલ સોમવીલા સોસાયટીમાં રહેતા અને જીસીએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ભવ્ય દરજીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આજ રોજ બપોરના બે વાગ્યાની આસપાસ તેના ઘરે હાજર હતો આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ છરી લઈને તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણે લુંટ ચલાવી હતી. 28 સપ્ટેમ્બર 2020ના રોજ ડૉક્ટર પ્રકાશ હોસ્પિટલ પર હતા અને બપોરના સમયે GS મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતો ડૉક્ટર પ્રકાશનો પુત્ર ભવ્ય અને કામવાળી ઘરે હતા. તે સમયે બાઈક પર એક અજાણ્યો ઈસમ હેલમેટ પહેરીને આવ્યો હતો.
હેલમેટ પહેરીને આવેલ આરોપી ભવ્ય દરજીને તેની માતા-પિતાના રૂમમાં પણ લઇ ગયો હતો ત્યાં જઈને તેણે કબાટમાંથી રૂપિયા બે લાખ રૂપિયા કાઢી આપવાનું પણ કહ્યું હતું. આ દરમ્યાન ભવ્ય દરજીએ જણાવેલ કે, કબાટની ચાવી તેના માતા-પિતા લઇ ગયેલ છે. જેથી હેલમેટ પહેરીને આવેલ આરોપીએ ધમકી આપી હતી કે, જો ‘રૂપિયા નહીં આપે તો તેને ચપ્પુ મારી દેશે’. બાદમાં આરોપીઓએ ફરિયાદીને ધક્કો મારી બેડ પર ઊંધો સુવાડી ને ચાર્જિંગ ના વાયરથી તેના હાથ બાંધી દીધા હતા. અને પોતે લાવેલ બેગમાંથી સેલોટેપ કાઢીને ફરિયાદીના પગે સેલોટેપ લગાવી દીધી હતી.
ત્યારબાદ આરોપીએ જોરથી કબાટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કબાટ ખુલ્લો ન હતો તેથી રૂમમાં આસપાસ શોધખોળ કરી હતી જેમાં એક ટેબલ પર પડેલ ચાંદીની વાટકી અને ગ્લાસ મળી આવતા તે લઈને ફરિયાદીને પાછો ફરતો નહીં તેવું કહી નીચે જતો રહ્યો હતો.
જોકે, ફરિયાદીએ જાતેજ હાથે બાંધેલ કેબલ ખોલી પગની સેલોટેપ ખોલીને નીચે જઈને જોતા તેણે જોયું હતું કે એક સ્પ્લેન્ડર બાઈક લઇ ને આ શખ્સ નાસી ગયો. ફરીયાદીનું કહેવું છે કે લૂંટ કરનાર શખ્સ તેના ઘર માં ઘુસી ને તેના સર્વન્ટ ને બાથરૂમ માં પૂરી ને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો જ્યારે ડોગી ને ફરિયાદીના મોટાભાઈના રૂમમાં બંધ કરી દીધો હતો. આમ ફરિયાદ પ્રમાણે આ શખ્સ એ સોનાની વીંટી, બ્રેસલેટ , ચાંદીની વાટકી અને ગ્લાસ, રૂપિયા ૨ હજાર રોકડા, લાયસન્સ, ડેબિટ કાર્ડ અને એયર પોડસ થઈ ને કુલ ૫૨ હજાર ની લૂંટ કરી ફરાર થઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle