કોરોના LIVE: ગુજરાતમાં નવા 1120 કેસ સાથે આંકડો 78,783એ પહોંચ્યો, વધુ 20ના મોત

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કોરોનાનો કહેર પણ ચાલુ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1120 નવા કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોવિડ-19 પોઝિટિવનો આંકડો 78783એ પહોંચ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 20 લોકોના મોત થયા છે. આમ કુલ મૃત્યુઆંક 2787 એ પહોચ્યો છે. સાથે સાથે રાજ્યમાં 61484 દર્દી સાજા થઇને ઘરે પાછા ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1312824 કોરોના ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 14500 એક્ટિવ કેસ છે, જેમાંથી 82 વેન્ટિલેટર પર છે જ્યારે 14418 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં 4 દિવસ બાદ ટેસ્ટ 51 હજારથી ઓછાઃ
પીએમ મોદીની ટકોર બાદ રાજ્યમાં સતત 4 દિવસ 51 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા, આજે ગુજરાતમા કોરોના ટેસ્ટમાં ઘટાડો થયો છે. આજે રાજ્યમાં 50,560 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ દિવસ બાદ 1100થી વધુ કેસ સામે આવ્યા છે અને 1 હજારથી ઓછા દર્દી ડિસ્ચાર્જ થયા છે.

વિવિધ જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિઃ
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે જણાવી દઈએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 15, સુરતમાં 69, રાજકોટમાં 34, કચ્છમાં 31, મહેસાણામાં 22, ગાંધીનગરમાં 19, બનાસકાંઠામાં 19, દેવભૂમિ દ્વારકામાં 16, નવસારીમાં 14, ખેડામાં 13, ભાવનગરમાં 11, પોરબંદરમાં 10, વડોદરામાં 9, બોટાદમાં 9, જામનગરમાં 6, વલસાડમાં 6, અરવલ્લીમાં 3 કેસ નોંધાયા છે.

સુરતમાં વધુ 225 લોકો થયા કોરોના સંક્રમિતઃ
સુરતમાં કોરોનાના દર્દી ની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વધુ 225 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 159 જયારે ગ્રામીણ વિસ્તારમાં 66 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 17487 પર પહોંચી છે, જયારે આજે 9 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 738 પર પહોંચ્યો છે, એવામાં આજે 334 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પાછા ફર્યા છે.

અમદાવાદ શહેરમાં હાલ અમદાવાદ શહેરમાં નવા149 કેસઃ
15 ઓગસ્ટની સાંજથી 16 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 149 અને જિલ્લામાં 15 નવા કેસ નોંધાયા હતા. જ્યારે શહેરમાં 4 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 162 અને જિલ્લામાં 12 દર્દી સાજા થતાં તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 29,004એ પહોંચ્યો છે. જ્યારે 23,882 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે અને મૃત્યુઆંક 1,659 થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *