માસુમ દેખાતા આ યુવાને 50થી વધુ છોકરીઓને પોતાની જાળમાં ફસાવીને પડાવી લીધા છે લાખો રૂપિયા

મેટ્રિમોનિયલ વેબસાઈટમાંથી મનનો માણીગર શોધનારી ડિજિટલ વિશ્વની ગુલામ પેઢી માટે ચોંકાવનારી ઘટના બહાર આવી છે. છેલ્લા કેટલાક સમયથી લગ્ન વિષયક વેબસાઈટમાંથી જીવનસાથી પસંદ કરવા માટેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ તેમાં ઘણા બધું ખોટું દેખાડીને યુવતીને ફોસલાવીને તેનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાંથી બહાર આવી છે. વિદેશીઓની જેમ જ અંગ્રેજી બોલીને યુવતીઓ પર તેનો ઈમ્પ્રેસન પાડનાર યુવકને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે.

તેણે ખોટી પ્રોફાઈલ બનાવીને 50 કરતા વધુ યુવતીની સાથે છેત્તરપિડીં કરી હતી. માત્ર એટલું જ નહીં યુવતીઓની સાથે શરીર સુખ પણ માણી લીધું છે. અમદાવાદ શહેરની સાયબર ક્રાઈમની ટીમ દ્વારા આવા જ એક ભેજાબાજને ગોતી લેવામાં આવ્યો છે. તેનાં દ્વારા પોતે ગુગલનો તેમજ IIM જેવી સંસ્થાનો કર્મચારી હોવાનું ફેક પ્રોફાઈલમાં લખવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં 28 વર્ષીય એક યુવતી દ્વારા એક યુવાનની પ્રોફાઈલ ચેક કરવામાં આવી હતી. જેણે જણાવ્યું હતું કે, તે પોતે ગુગલનો એક કર્મચારી છે તેમજ તેનો પગાર 40 લાખ રૂપિયા છે.

યુવતીઓ આ ઠગની પ્રોફાઈલમાં ફસાઈ ગઈ. બાદ યુવક દ્વારા એ યુવતીનો સંપર્ક કરવામાં આવ્યો તેમજ મોટી મોટી વાતમાં ફસાઈ ગઈ. બાદ યુવક દ્વારા તેની સાથે શરીર સુખ માણવામાં આવ્યું. જ્યારે ઠગ યુવતીનાં નાણા લઈને ભાગી ગયો તે સમયે યુવતીને આંખ ઉઘડી હતી તેમજ પોલીસ પાસે ગયા હતા. બાદ યુવતી તેનાં વતનમાં જતી રહી હતી. સાયબર ક્રાઈમનાં પીઆઈ આર.જે.ચૌધરી દ્વારા આ આખા રેકેટને જાણવા તેમજ ઉઘાળું પાડવા ગઈ સપ્ટેમ્બર માસથી મહેનત ચાલુ કરવામાં આવી હતી. ત્યારથી પોલીસ આ ઠગને શોધી રહી હતી.

આ યુવક કપડાંની જેમ તેનાં સિમકાર્ડ બદલી નાંખતો હતો. પોલીસને આ યુવકની ચોક્કસ જાણકારી મળી જેનાં આધારે આ ઠગને પકડવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી રહી હતી તે સમયે એણે પોલીસ વિરુદ્ધ પણ તેનું ખોટું નામ જ જણાવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા તેનાં પુરાવાની તપાસ કરતા તેનું નામ સંદીપ શંભુનાથ મિશ્રા હોવા અંગેનું જાણવા મળ્યું છે.

સાયબર ક્રાઈમ DSP અમિત વસાવા દ્વારા જણાવવામાં આવ્યું કે, આ સંદીપ જે તેને વિહાન શર્મા જણાવે છે તે ફક્ત 10 ધોરણ પાસ છે. હાલ સુધીમાં 50 જેટલી યુવતીઓને અલગ અલગ વાતો કરીને ફસાવતો તેમજ તેનું શારીરિક શોષણ કરી રહ્યો હતો. ત્યાર બાદ તેની પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યો હતો. કેટલીક યુવતીઓ પાસેથી લાખો રૂપિયા પડાવી પણ લીધા છે.

અમે બીજા રાજ્યમાં પણ આમાં ભોગ બનેલી યુવતીનો સંપર્ક કરીએ છીએ. પરંતુ તે યુવતીઓ કોઈ ખુલાસો કરવા આગળ આવી રહી નથી. તેનાં દ્વારા યુવતીઓને વિશ્વાસમાં લેવા નકલી માતા-પિતા પણ રાખવામાં આવ્યા હતા. વિહાન શર્માનાં નામથી એક ખોટું પ્રમાણપત્ર પણ તૈયાર કરવામાં આવ્યું હતું. જે IIMનું હતું. પોલીસ દ્વારા આ કેસમાં વધારે વિગત મેળવીને વધારે તપાસ ચાલુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *