ગુજરાત(gujrat)ના વિરમગામ(Viramgam) તાલુકાના ધાકડી ગામની એક દિકરી ધ્વનિ જીતુભાઇ પટેલ(dhvani Jitubhai Patel) જે 20 વર્ષની ઉંમરે હાલ અમેરિકામાં ઉડાન ભરવા જઈ રહી છે. 20 વર્ષીય ધ્વની પટેલે પોતાનો બાર સાયન્સ(12 Science)નો અભ્યાસ અમદાવાદમાં પૂર્ણ કર્યો હતો. ધ્વનિને પાઇલોટ બનવાનું સપનું હતું. જયારે 20 વર્ષીય ધ્વની 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરીને પાયલોટની ટ્રેનિંગ લેવા માટે અમેરિકા ગઈ હતી.
જયારે ધ્વનીને 1 થી 3 વર્ષ દરમિયાન 250 કલાકની પાયલોટ બનવા માટે જે ટ્રેનિંગ કરવાની હોય છે તે તેને માત્ર એક વર્ષમાં પૂર્ણ કરી લીધી હતી. ધ્વનિની અમેરિકા કોમર્શિયલ ફ્લાઈટમા પાયલોટ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ધ્વનિ પટેલે સૌથી નાની ઉંમરમાં પાયલોટ બનીને દેશનું અને તેના માતાપિતાનું નામ રોશન કર્યું છે.
હાલમાં ધ્વનિ પટેલની ઉંમર માત્ર 20 વર્ષ છે. ધ્વની પટેલે દોઢ વર્ષની ઉંમરે માતાની છત્રછાયા ગુમાવી હતી. તેની માતાને તેની દીકરી પાયલોટ બને તેવું સપનું હતું. જેના કારણે ધ્વનિ પટેલએ સખત મહેનત કરીને ફક્ત 20 વર્ષની ઉંમરમાં જ તેની માતાનું અધૂરું સપનું પૂરું કરીને તેને તેની માતાને શ્ર્દ્ધાજંલી આપી છે.
ધ્વની પટેલ અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે. ધ્વનિના પાયલોટ બન્યાની વાત જાણીને તેના પિતા ખુબ જ ખુશ થતા હતા. જયારે ધ્વનિના પિતા જણાવે છે કે, મારી દીકરીને મેં માતા અને પિતા એમ બંનેનો પ્રેમ હંમેશા આપ્યો છે. જયારે ધ્વનિએ પાયલોટ બનીને બીજી દીકરીઓને પણ પાયલોટમાં બનવા માટે પ્રેરિત કરે છે. ધ્વનિ પટેલે પાયલોટ બનવા માટેની સંપૂર્ણ ટ્રેનિંગ યુએસમાંથી જ પૂર્ણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.