અમદાવાદ DRIનું મોટું ઓપરેશન: 25 કરોડનું કેટામાઈન ડ્રગ્સ ઝડપી પાડ્યું, ગાંધીનગર થી થાઈલેન્ડનું ખૂલ્યું કનેક્શન, જાણો વિગતે

Ketamine Drugs: DRIએ અમદાવાદ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્ષ પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એર કાર્ગો કોમ્પ્લેક્ષમાંથી પ્રતિબંધિત કેટામાઇનનો 50 કિલો જથ્થો DRI ઝડપ્યો…

Ketamine Drugs: DRIએ અમદાવાદ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્ષ પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એર કાર્ગો કોમ્પ્લેક્ષમાંથી પ્રતિબંધિત કેટામાઇનનો 50 કિલો જથ્થો DRI ઝડપ્યો છે. આશરે 25 કરોડની કિંમતનું કેટામાઇન ડ્રગ્સ DRIએ પકડી પાડ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે કેમિકલની આડમાં કેટામાઈન ડ્રગ્સ(Ketamine Drugs) સ્મગલિંગ કરવામાં આવતું હતું.

25 કરોડની કિંમતનો 46 કિલો પાઉડર પદાર્થ મળી આવ્યો
ચોક્કસ બાતમીના આધારે DRI અમદાવાદના અધિકારીઓ દ્વારા એર કાર્ગો કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે એક નિકાસ કન્સાઇન્મેન્ટને અટકાવવામાં આવ્યું હતું. આ કન્સાઇન્મેન્ટમાં ‘હાઇડ્રોક્સીલામાઇન હાઇડ્રોક્લોરાઇડ’ નામનું કેમિકલ છે એવું જણાવવામાં આવ્યું હતું અને તેને થાઇલેન્ડના બેંગકોકમાં મોકલવામાં આવી રહ્યું હતું.ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓની હાજરીમાં ઉપરોક્ત કન્સાઇન્મેન્ટની તપાસ કરવામાં આવી હતી. FSLની ટીમે ઉપરોક્ત માલમાં કેટામાઇનની હાજરીની પુષ્ટિ કરી હતી. NDPS એક્ટની જોગવાઈઓ હેઠળ 50 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

આ જપ્ત કરાયેલ પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 25 કરોડ આંકવામાં આવી રહી છે. ગાંધીનગરની સીમમાં એક ફેક્ટરીની ઓળખ કરવામાં આવી હતી કે, જ્યા આ પ્રતિબંધિત પદાર્થનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું અને હવાઈ માર્ગે ભારતની બહાર દાણચોરી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ગાંધીનગરની સ્થાનિક પોલીસની મદદથી ઉક્ત ફેક્ટરી પરિસરની વિસ્તૃત તપાસ કરતાં NDPS હોવાની શંકામાં 46 કિલો પાઉડર પદાર્થ મળી આવ્યો હતો. તદુપરાંત કાચા માલ, વચેટિયાઓ અને ફેક્ટરી પરિસરની સાથે ઉપરોક્ત પદાર્થની NDPS એક્ટ 1985ની જોગવાઈઓ હેઠળ અટકાયત કરવામાં આવી હતી. વધુમાં ઉપરોક્ત દાણચોરીના પ્રયાસમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. હજુ પણ તપાસ શરુ છે.

વચેટીયાઓની કરવામાં આવી ધરપકડ
NDPS એક્ટ 1985ની જોગવાઈઓ હેઠળ કાચો માલ, વચેટિયાઓ અને ફેક્ટરી પરિસર સાથે શંકાસ્પદ પદાર્થની અટકાયત કરવામાં આવી હતી. વધુમાં, આ દાણચોરીના પ્રયાસમાં સામેલ ત્રણ મુખ્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

વધુ તપાસ ચાલુ છે
છેલ્લા ત્રણ મહિનામાં, DRI દ્વારા NDPS પદાર્થોનું ઉત્પાદન કરતી ગુપ્ત ફાર્મા/કેમિકલ ફેક્ટરીઓ પર આ સતત તપાસ કરવામાં આવી રહી છે. DRIએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર અને ગુજરાતના વાપીમાં રાસાયણિક એકમોમાં મેફેડ્રોનનું ગુપ્ત ઉત્પાદન કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો.