ગુજરાતીઓએ સામુહિક Surya Namaskar કરીને બનાવ્યો ગીનીસ વર્લ્ડ રેકોર્ડ

Surya Namaskar Guinness Record for Gujarat: વર્ષનો પ્રથમ દિવસ ગુજરાતીઓ માટે આનંદ નો અવસર લઈને આવ્યો છે. ગુજરાતમાં એક સાથે ૧૦૮ સ્થળોએ કુલ ૫૦ હજારથી…

Surya Namaskar Guinness Record for Gujarat: વર્ષનો પ્રથમ દિવસ ગુજરાતીઓ માટે આનંદ નો અવસર લઈને આવ્યો છે. ગુજરાતમાં એક સાથે ૧૦૮ સ્થળોએ કુલ ૫૦ હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર (Surya Namaskar) દ્વારા ૨૦૨૪ના વર્ષનો ભારતનો પ્રથમ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( Gujarat CM Bhupendra Patel) અને રમત ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Gujarat Sports minister Harsh Sanghavi) પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રાચીન સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામુહિક સૂર્ય નમસ્કારના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. રમત ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને નગર-મહાનગર કક્ષાએ એક માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત યોજવામાં આવી હતી.

આ સ્પર્ધાઓના વિજેતા સાધકો દ્વારા મોઢેરા ખાતે સામૂહિક આયોજીત રાજ્યકક્ષાના સામૂહિક  સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર રાશિ અર્પણ કરીને સન્માન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યોગ સાધકો-સૂર્ય નમસ્કાર કરનારા લોકોને પ્રેરણા આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થયું છે.

તેમણે યોગની પ્રાચીન પરંપરાને વિશ્વસમક્ષ ઉજાગર કરીને ૨૧ મી જૂનને વિશ્વયોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી અને યોગ સાધનાથી વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે યોગ-પ્રાણાયામ- સૂર્ય નમસ્કાર જેવી પ્રાચીન સ્વાસ્થ્ય વર્ધક વ્યાયામ અને કસરત પરંપરા વ્યક્તિને આધ્યાત્મિકતા સાથે પણ જોડનારી આગવી સંસ્કૃતિ છે તેનું ગૌરવ કર્યું હતું.

મુખ્યમંત્રીએ વિકસિત ભારત@૨૦૪૭ના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા યોગ-પ્રાણાયામ-સૂર્ય નમસ્કારને વધુ વ્યાપક બનાવીને અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટે સંકલ્પ લેવા આ તકે સૌને આહવાન કર્યું હતું. રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં સામૂહિક સૂર્યનમસ્કારની પ્રથમ ઘટના મોઢેરા સહિત રાજ્યના ૧૦૮ સ્થળોએ નોંધાઇ છે.

આ સામુહિક સૂર્યનમસ્કાર દેશ અને દુનિયાને નવિન દિશા દર્શન આપશે. સમગ્ર રાજ્યમાં છેલ્લા એક માસમાં ૧૫ લાખથી વધુ નાગરિકો સૂર્યનમસ્કાર અભિયાનમાં જોડાયા છે જે સ્પર્ધા થકી આજે રાજ્ય કક્ષાના સન્માન સમારોહથી ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છીએ તેમ તેમણે કહ્યું હતું.

ગૃહ અને રમત ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ જણાવ્યું હતું કે, ૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે રાજ્યના વિવિધ ૫૧ સ્થળોએ વિશ્વ વિક્રમ (Surya Namaskar Abhiyan Record) નોંધાયો  છે. સમગ્ર દેશમાં ૨૦૨૪ના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કારની ગુજરાતની સિદ્ધીની ઐતિહાસિક નોંધ લેવાઇ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ ઓળખ યોગ છે. આજે ગુજરાત યોગમાં રોલ મોડેલ બન્યું છે. તેમણે નવા વર્ષમાં નવા સંકલ્પ સાથે સૂર્ય નમસ્કારને અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ટેકનોલોજીની વ્યસ્તા વચ્ચે યોગને અપનાવી જીવનને સકારત્મકતા માટે પણ તેમણે  ખાસ અપીલ કરી હતી.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 108 જગ્યા પર રેકોર્ડ સંખ્યામાં સૂર્ય નમસ્કાર (Surya Namaskar) કરીને ગુજરાતીઓએ (Guinness Record) રેકોર્ડ નોંધાવ્યો છે. પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરા ખાતે વર્ષ 2024ની પ્રથમ સવારે પ્રથમ સૂર્ય કિરણના સ્વાગત સાથે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમાં 108 સ્થળોએ લાખો ગુજરાતી સૂર્ય નમસ્કારમાં જોડાયા હતા. મોઢેરા ખાતે રેકોર્ડ અંગેના સર્ટિફિકેટનો સ્વિકાર  ગૃહ રાજ્ય અને યુવા સાંસ્કૃતિક પ્રધાન હર્ષ સંઘવીએ સ્વિકાર કર્યો હતો અને આ અંગેની માહિતી મીડિયાના સમક્ષ આપી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડને આ સર્ટીફીકેટ અને એવોર્ડ એનાયત કરાયો છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાની સ્પર્ધાના વિજેતા ત્રણ પુરૂષ અને ત્રણ સ્ત્રી સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પુરૂષ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે સાબરકાંઠાના કલ્પેશભાઇ સવજીભાઇ, બીજા ક્રમે ગીર સોમનાથના અનીલકુમાર બાંભણીયા અને ત્રીજા ક્રમે છોટાઉદેપુરના રાઠવા કરશનભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાની સ્પર્ધાના સ્ત્રી ઉમેદવારોમાં પ્રથમ ક્રમે બનાસકાંઠાના પટેલ યાના વિનોદકુમાર, બીજા ક્રમે રાજકોટના વખારીયા દષ્ટી ચેતનકુમાર અને ત્રીજા ક્રમે મહેસાણાના પટેલ પૂજા ઘનશ્યામભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા.

રાજ્યક્ષાના વિજેતાઓને અનુક્રમે ૨.૫૦ લાખ, ૧.૭૫ લાખ અને ૧ લાખનુ્ં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રમત ગમત વિભાગના અગ્રસચિવ અશ્વીનીકુમાર, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવત્તિઓના કમિશ્નર આલોક કુમાર પાંડે, યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપુત સહીત મહેસાણા જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા યોગ સાધકો, વિધાર્થીઓ ઉપસ્થતિ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *