Police constable of Gaekwad Haveli died: થોડા દિવસ પહેલા એક મહીલા પોલીસે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જેને પડધા હજી સમ્યા નથી તેવામાં અમદાવાદના (Ahmedabad) ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે (Police constable of Gaekwad Haveli died) આત્મહત્યા કરી લેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
ગુજરાત પોલીસ (Gujarat Police) ફોર્સમાં ફરજ બજાવતા કર્મચારીઓ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવી રહ્યા છે. આ આત્મહત્યા માટે અલગ-અલગ કારણો તપાસ દરમિયાન સામે આવતા હોય છે. જે પોલીસ લોકોની સુરક્ષા કરે છે, તણાવમાં રહેલા લોકોને કાઉન્સેલીંગ કરી તેમને માનસીક તણાવમાંથી દુર કરતાં હોય છે તે જ પોલીસ જીવન ટૂંકાવી રહી છે. જે પોલીસ માટે એક ચિંતાજનક સમાચાર છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠિરાયા ગામના વતની કિરણ દેવજીભાઈ લકુમ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પોલીસ કોન્સ્ટેબલે વસ્ત્રાલ વિસ્તારમાં હીરાબા સ્કૂલ પાસેની સોસાયટીમાં પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી છે. જો કે, આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ રામોલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પોલીસકર્મી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં (Gaekwad Haveli Police Station) પીસીઆર વાનમાં ફરજ બજાવતા હતા.
રાજકોટના જેતપુરમાં પણ મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
અત્રે ઉલેખનીય છે કે, રાજકોટના જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારી દયા સરિયાએ (ઉવ.25) 9મી સપ્ટેમ્બરે જેતપુર સીટી પોલીસ લાઈનમાં ફાળવવામાં આવેલા ક્વાર્ટરમાં ગળાફાંસો ખાધો જીવન ટુંકાવ્યું હતું. જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલના આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.
મહિલા કોન્સ્ટેબલના ત્રણ પોલીસકર્મી સાથેની ચેટના ફોટોઝ સામે આવી રહ્યા છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય તો નવાઈ નહીં. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમાં દયાબેનના મમ્મીએ કહ્યુ હતુ કે, દયા અવાર-નવાર મને ફોન કરતી હતી અને કહેતી હતી કે, ‘મને અહીં લોકો હેરાન કરે છે. વારંવાર હેરાન કરે છે.’ પછી દયાબેનના મમ્મીએ કહ્યુ હતુ કે, ‘હું ત્યાં આવું કે તું અહીંયા આવતી રહે’ ત્યારે દયાબેને મારે ત્યાં આવવું નથી તેવું કહીને ફોન કટ કરી નાંખ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મહિલા કોન્સ્ટેબલ દયા સરિયા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુરની વતની હતી. જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવી રહી હતી. જો કે, કયા કારણોસર મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે તે અંગે હજુ કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું. મહિલા કોન્સ્ટેબલની આપઘાતનો બનાવ સામે આવતા DYSP સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube