અમદાવાદની GCS હોસ્પિટલમાં નાકના કેન્સરની જટીલ સર્જરી કરવામાં ભારે જહેમત બાદ ડોક્ટરોએ સફળતા મેળવી

અમદાવાદ(ગુજરાત): તાજેતરમાં અમદાવાદની GCS હોસ્પિટલમાં જવલ્લેજ જોવા મળતા નાકના કેન્સરની સફળ સર્જરી કરવામાં આવી હતી. GCS હોસ્પિટલના કન્સલ્ટન્ટ- પ્લાસ્ટિક, કોસ્મેટિક અને રિકોન્સ્ટ્રક્ટિવ સર્જન ડો.પ્રમોદ મેનન અને કન્સલ્ટન્ટ- ઓન્કો સર્જન ડો. આદિત્ય જોશીપુરા દ્વારા ઈશરાની નામના દર્દીની સર્જરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, 58 વર્ષની ઉંમરના ઈશરાની નામના દર્દી નાકમાં અલ્સર અને ગળામાં સોજાની તકલીફ સાથે અમદાવાદની GCS હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવ્યાં હતાં. જાણવા મળ્યું છે કે, દર્દી છેલ્લા 2 વર્ષથી નાક પર ચાંદાની સારવાર લઈ રહ્યા હતા. જેમાંથી જવલ્લે જ જોવા મળતા નાકના કેન્સરનું નિદાન થયું હતું. જેની સારવાર માટે સર્જરી દ્વારા તેમનું આખું નાક કાઢવું પડે તેમ હતું, તેમજ નાકનું ફરીથી રિકન્સ્ટ્રક્શન કરવું જરૂરી હતું.

આ જટિલ સર્જરી GCS હોસ્પિટલના ડો.પ્રમોદ મેનન અને ડો.આદિત્ય જોશીપુરા દ્વારા કરવામાં આવી હતી. જેમાં ડો.આદિત્યએ કેન્સર અને ગળાની ગાંઠો સાથે કેન્સરગ્રસ્ત નાકને કાઢી નાંખવામાં આવ્યું અને ડો.પ્રમોદ દ્વારા નાકને ફરી જોડવામાં કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન ડો.પ્રમોદે નાકનું ચોકઠું બનાવવા માટે થાપાના હાડકાનો ઉપયોગ કર્યો અને નાકની ચામડી માટે બાવળાના ભાગમાંથી ચામડીનો ટુકડો લઇ નાકનું પુનઃનિર્માણ કર્યું. આ જટિલ સર્જરી સફળ રીતે પુરી થયા બાદ દર્દીને 2 દિવસ સુધી ICUમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં 8માં દિવસે સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, હાલમાં દર્દી સંપૂર્ણરીતે સ્વસ્થ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *