અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ સહિત સાસરિયાઓ સામે એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ વારંવાર તેને ત્રાસ આપતો હતો. લગ્નના થોડા સમય બાદ તેને અન્ય એક સ્ત્રી સાથે શારીરિકસંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, તેની સામે જ તેનો પતિ પ્રેમિકા સાથે પ્રેમલીલા કરતો હતો.
તેના દીકરાને મહિલાના સાસરિયાઓ કહેતા હતા કે, “બૈરાને હાથ નીચે રાખવાના, તો જ સીધા ચાલે”. ઘરજમાઈ બનીને રહેતો મહિલાનો પતિ ત્રાસ આપવા લાગ્યો હતો. સાથે સાથે મહિલાના પિતા પાસે બાઈક અને રિક્ષા લેવા માટે પૈસા પણ લીધા હતા. આ ઘટના પોલીસ સ્ટેશનને પહોંચતા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરુ કરી છે.
31 વર્ષની મહિલા જે અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રહે છે. આ મહિલા એક ખાનગી હૉસ્પિટલમાં નોકરી કરે છે. મહિલાએ એમ.એ સુધીનો અભ્યાસ કર્યો છે. રાજસ્થાન ખાતે રહેતા એક યુવક સાથે વર્ષ 2013માં મહિલાના લગ્ન થયા હતા. લગ્ન પછી મહિલા તેના સાસરે રહેવા ગઈ હતી. એક મહિનો તેના સાસરિયાઓએ સારી રીતે રાખી હતી અને પછીથી ઘરકામ બાબતે મહિલાનો વાંક કાઢી તેને કંઈ આવડતું નથી તેમ કહીને તેને ત્રાસ આપવા લાગ્યા હતા.
લગ્ન બાદ વારંવાર મહિલાનો પતિ તેને કહેતો હતો કે, અમદાવાદ તેના પિતાના ત્યાં રહેવા જઈએ. તે ઘરનો મોટો જમાઈ હોવાથી મિલકત ભાગમાં આવે એ પણ આપણે સાચવવું પડશે તેવું કહેતો હતો. જેથી મહિલા લગ્નના સાતેક મહિના પછી તેના પતિ સાથે અમદાવાદ રાણીપ ખાતે તેના માતા-પિતા સાથે રહેવા લાગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.