ગઈકાલે રાજ્યમાં ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતા શાળા સાથે વિધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ વર્ષે પણ ઘણા વિદ્યાર્થીઓ મહેનત કરી સારા માર્કસે પાસ થયા છે અને પરિવારનું નામ રોશન કર્યું છે. ગઈકાલના રોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું 60.64 ટકા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષાનું 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને ફ્રુટની લારી ધરાવતા શ્યામસુંદર પ્રજાપતિની દીકરી ઉમાદેવીએ ધો.10માં 94 ટકા અને 99.37 પર્સનટાઈલ મેળવ્યા છે. ઉમાદેવી ધો.10ની પરીક્ષાની તૈયારીઓ સાથે લારી પર તેના પિતાની મદદ પણ કરતી હતી. બપોરના સમયે લારી પર પણ તે પુસ્તકો લઈ જતી અને ભર બપોરે લારી ઉપર બેસીને વાંચતી હતી.
ટ્યુશનમાંથી ઘરે આવ્યા બાદ પિતાને ફ્રુટની લારીએ મદદ કરતી હતી
અમદાવાદમાં આવેલ મહાવીરનગરમાં રહેતા અને હાટકેશ્વર સર્કલ-ખોખરા ખાતે રોડ ઉપર ફ્રુટની લારી દ્વારા રોજગારી મેળવીને ઘર ચલાવનાર અત્યંત ગરીબ પરિવારની દીકરી ઉમાદેવી પ્રજાપતિએ ધોરણ-10માં 94 ટકા તેમજ 99.37 પર્સનટાઈલ ગુણ મેળવ્યા છે. ઉમાદેવી ખોખરાની રાષ્ટ્રભારતી હિન્દી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ઉમાદેવીએ મીડયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સવારે સ્કૂલે જતી હતી અને બપોરે 1 વાગ્યે ઘરે આવી અને ટ્યુશન જતી પછી પિતાને ફ્રુટની લારી પર જઈ મદદ કરતી હતી. રાતે 12 વાગ્યા સુધી વાંચતી હતી. બે માળનું અમારું નાનું મકાન છે જેમાં દાદા- દાદી, કાકા-કાકી સહિત 12 સભ્યો અમે ઘરમાં ભેગા રહીયે છીએ. ઘરનો જે પણ રૂમ ખાલી હોય તે રૂમમાં જઈને હું વાંચતી હતી.
દીકરીના ભણતર માટે હું તમામ પ્રયત્નો કરીશઃ ઉમાદેવીના પિતા
લારી પર એકબાજુ બેસીને હું વાંચતી હતી જ્યારે ગ્રાહક ફ્રુટ લેવા આવે તો આપતી અને પછી ફરી વાંચવા બેસી જતી હતી. મારે હવે આગળ સાયન્સમાં બી ગ્રૂપ લેવું છે અને ડોક્ટર બનવું છે. પિતા શ્યામસુંદરે મીડયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દીકરીને જે ભણવાની ઈચ્છા છે એ ભણે અને તેના માટે હું તમામ પ્રયત્નો કરી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news