કોરોનાને કારણે નવરાત્રી પર તો પ્રતિબંધ લાગ્યો જ હતો પરંતુ આની સાથે જ હવે દિવાળીને લઈ પણ એક સમાચાર સામે આવી રહ્યાં છે. દિવાળી પર ફટાકડા ફોડવાની પરંપરા કેટલાય વર્ષોથી ચાલી રહી છે પણ આ વર્ષે પ્રદૂષણ તથા કોરોના દર્દીઓને ફટાકડાના પ્રદૂષણથી થનાર સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા અમુક શહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી શકે છે.
જેમાં સૌથી વધારે પ્રદૂષિત અમદાવાદ, સુરત તથા વડોદરા શહેરમાં ફટાકડાના ખરીદ-વેચાણ તેમજ ફોડવા પર પ્રતિબંધ લાગી શકે છે. આ મામલે શનિવાર સુધીમાં સરકાર દ્વારા જાહેરાત થઈ શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન તથા ઓડિસાiમાં દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કોરોનાની સ્થિતિને અનુલક્ષી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ આ પ્રકારે પ્રતિબંધ લગાવવામાં આવશે કે નહી તે મુદ્દે રાજ્ય સરકાર આજે મોડી સાંજે અથવા આવતીકાલે નિર્ણય જાહેર કરી શકે છે. આ મુદ્દે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં સુનાવણી ચાલી રહી છે. આ નિર્ણય 9 નવેમ્બરે આવે એવી શક્યતા રહેલી છે.
જો કે, આની પહેલા જ રાજ્ય સરકાર આ વિષયક નિર્ણય જાહેર કરી શકે છે. સૂત્રોનું માનવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ફટાકડા પ્રતિબંધિત કરવાના મતમાં નથી પણ ગુજરાતમાં સૌથી વધારે પ્રદૂષિત શહેરોની યાદીમાં છે, એટલા સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ દ્વારા દેશના અમુક રાજ્યોને હવામાં વધારે પડતા પ્રદૂષણ અંગે નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાતમા સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ, સુરત તથા વડોદરાનો સમાવેશ થાય છે. જેને કારણે ગુજરાતમાં ફટાકડા ફોડવા તેમજ આતીશબાજી કરવા પર પ્રતિબંધ લગાવવો કે નહીં?
આની માટે ગૃહ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં ફટાકડાના વેચાણ અથવા તો ફોડવા પર કોઇ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી પરંતુ કોરોના મહામારી વચ્ચે દારૂખાનાનો ધુમાડો ફેંફસામાં તથા બીજી શારીરિક સમસ્યા ઊભી કરી શકે છે.
તબીબી અહેવાલોના પગલે CM વિજયભાઈ રૂપાણીની ઉપસ્તિથીમાં ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે અગત્યની મીટીંગ મળશે. બેઠક પછી રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે જાહેરાત થઈ શકે છે. આ મુદ્દે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવતાં કહ્યું હતું કે, આ જાહેરાત હવે આવતીકાલ સુધી પણ લંબાઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle