અમદાવાદના નરોડમાં એક પતિએ પત્નીને ભગાડીને લઈ જનાર યુવકને પકડી પાડ્યો હતો. અને આ માટે તેણે જબરદસ્ત ભેજું લગાવ્યું હતું. નરોડામાં રહેતી પરિણીતા ચાર મહિના પહેલાં પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પતિએ આ મામલે પોલીસ ફરિયાદ પણ કરી હતી. પણ પોલીસે પત્નીનો પત્તો લગાવી શકી ન હતી. જે બાદ પતિ જ જાતે જાસૂસ બની ગયો હતો. અને માત્ર S અક્ષરથી પત્નીને ભગાડી જનાર યુવકને ઝડપી પાડ્યો હતો.
અમદાવાદના ઓઢવમાં રહેતાં દશરથભાઈ મજૂરી કામ કરે છે અને તેમણે બે વર્ષ પહેલાં સુમન નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. પણ ચાર મહિના પહેલાં જ સુમન ઘર છોડીને કોઈ યુવાન સાથે ભાગી ગઈ હતી. આ મામલે દશરથે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પણ દશરથ પણ ઘરે શાંતિથી બેસી રહે તેમ ન હતો. તેણે જાતે સુમનની શોધખોળ ચાલુરાખી હતી. આ સમયે રાહુલ નામનો યુવક પત્નીને લઈ ગયો હોવાની બાતમી દશરથને મળી હતી. જે બાદ તેણે રાહુલ પર વોચ ગોઠવી હતી. રાહુલે પોતાના માથા પર સુમનના S અક્ષરનું ટેટૂ કરાવ્યું હતું. અને તે પરથી જ દશરથે રાહુલને ઝડપી પાડ્યો હતો.
પીછો કરતાં દશરથ રાહુલના ઘરે પહોંચી ગયો હતો. ત્યારે તેણે ઘરમાં સુમનને જોઈ હતી. જે બાદ દશરથે સુમનને ઘરે આવવા કહ્યું. જેથી રોષે ભરાયેલાં રાહુલે દશરથ સાથે મારામારી કરી હતી. અને તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જે બાદ દશરથે રાહુલ સામે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.