ગુજરાતમાં અવાર-નવાર દુષ્કર્મની ઘટના ઓ સામે આવતી રહે છે ત્યારે આજ આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. તમને વિશ્વાસ નહિ આવે કે, એક આર્મી જવાન ઉપર એક યુવતીએ દુષ્કર્મની ઘટના નો આરોપ લગાવ્યો છે. અમદાવાદ (Ahmedabad)માં લગ્ન (Marriage)ની લાલચે આર્મી જવાન (Army jawan) પર દુષ્કર્મ આચરવાની યુવતીએ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. યુવતીએ પોતાની ફરિયાદમાં પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધ્યો હોવાનો આરોપ આર્મી જવાન પર લગાવી રહી છે. યુવતીએ એક NGOઓની મદદથી એરપોર્ટ પોલીસ મથકે (Airport Police Station) ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ નોબલ નગર વિસ્તારમાં રહેતી એક યુવતીને આર્મી જવાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીરસુખ માણ્યા બાદ તરછોડી દેતા યુવતીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આર્મી જવાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ કરેલા ફરિયાદમાં આરોપ પ્રમાણે યુવક અમિત મકવાણા હાલ ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે. લેહ લદાખ ખાતે તેનું પોસ્ટીંગ છે.
આ આર્મીમેન યુવકે યુવતી સાથે મળ્યા બાદ પ્રેમસંબંધમાં લગ્નની લાલચ આપી અવાર નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, લગ્નની સંમતિ થયા બાદ યુવકે પરિવારજનોએ ના પાડી દીધી હતી. બાદમાં કોર્ટમાં મેરેજ કરવાનું નક્કી કર્યું હતું. કોર્ટમાં મેરેજ વગર યુવકના પરિવારજનો પીડિત યુવતીને સાથે ઘરે લઇ ગયા હતા. ત્યારબાદ આ યુવક યુવતી પર મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરતો હતો. પરિવારજનો પણ યુવતીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા.
આ ઘટનામાં ભોગ બનનાર યુવતીએ આરોપ લગાવ્યો છે કે, આરોપી યુવત તેમના સંગામાં થાય છે. આજથી છ મહિના પહેલા હું જ્યારે નોબલનગર ખાતે નોકરી ઉપર જવા માટે ઉભી હતી, ત્યારે આરોપી યુવક ત્યાં આવીને યુવતીના માંગમાં સિંદૂર ભરી કોર્ટમાં લગ્ન કરવાની બાહેધરી આપી હતી. લગ્નનું વચન આપી આરોપી ફરી ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને ત્યાં શારીરિક સબંધ બાંધ્યા હતા.
જોકે, આખરે તંગ આવી યુવતીએ NGOની મદદ લઈને એરપોર્ટ પોલીસ સ્ટેશને આરોપી અને પરિવારજનો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle