અમદાવાદની અકસ્માતની ઘટનામાં બોટાદના 3 પિતરાઈ ભાઈઓના અવસાન બાદ બોટાદ હિબકે ચડ્યું

3 cousins of Botad died in Ahmedabad accident: અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવો અકસ્માત છે. એમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં(3 cousins of Botad died in Ahmedabad accident) મોત થયાં છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનું પણ મોત થયું છે. જ્યારે અન્ય યુવકોને ગાડીએ કચડ્યા હતા. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લઈ લીધા હતા.

આ અકસ્માતમાં રોડ પર લોહીનાં ખાબોચિયાં પણ ભરાઈ ગયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જેવા દૃશ્ય સર્જાયાં છે એમાં લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા. જોકે પોલીસે અકસ્માત કરનાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની અટકાયત કરી છે. હાલ અમદાવાદ મૃતકોનું PM કરાવ્યા બાદ તમામની બોડી માદરે વતનમાં લાવવામાં આવી રહી છે.

બે યુવકોની અંતિમયાત્રા નીકળી
અમદાવાદમાં થયેલા ગભીર અકસ્માતમાં મૃત્યુ પામનાર બોટાદના ત્રણ યુવાનોમાંથી બે યુવાનોની ડેડબોડી બોટાદ લાવવામાં આવી છે. જ્યાં બંને યુવાનોની બોડી બોટાદમાં આવતાજ સમગ્ર બોટાદ શહેર અને પંથકમાં ઘેરો શોકનો માહોલ છવાઈ ગયો હતો.

કૃણાલ કોડિયાની બોડીને તેના વતન ચાસકા ગામે લઈ જવામાં આવી. બંને યુવાનોની બોડી આવતા પરિવારજનોમાં આંક્રદ જોવા મળ્યો હતો. અક્ષરની અંતિમ યાત્રા ભાવનગર રોડ પરથી અને રોનકની પાળીયાદ રોડ પરથી અતિંમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ હતા.

બંને મૃતક યુવાનના પિતા માસિયાય ભાઈ
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં મોતને ભેટેલા 9 લોકોમાં બે યુવક બોટાદના હતા. જેમાં રોનક રાજેશભાઈ વિહલપરા કે જેની ઉમર 23 વર્ષનીછે. રાજેશ ભાઈના બે દીકરા છે. જેમાં મોટો દીકરો રોનક બે વર્ષથી અમદાવાદ એન્જિનિયર કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો.

જ્યારે કુણાલ નટુભાઈ કોડિયા કે જેની ઉમર 22 વર્ષની છે,જેનું મૂળ ગામ કારિયાણી છે.નટુભાઈને સંતાનમાં બે દીકરા એક દીકરી હતા. જેમાં કુણાલ એક વર્ષથી અમદાવાદ એન્જિનિયર કોલેજમાં અભ્યાસ કરતો હતો. બંને મૃતક યુવાનોના માસિયાય ભાઈ થાય છે.

મૃતદેહ જયારે વતન આવતા સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું
બંને યુવકોના મૃતદેહ જયારે વતન આવતા આખુ ગામ હિબકે ચડ્યું હતું. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. લોકો દ્વારા એમ્બ્યુલન્સમાંથી બંને યુવક રોનક અને કૃણાલના મૃતદેહને બહાર કાઢી ઘરમાં લઈ જવામાં આવ્યા હતા.

જે જોઈ લોકો પોતાની આંખમાંથી આંસુ રોકી શક્યા ન હતા. બંનેના માતા-પિતા પોતાના વ્હાલ સોયાને સફેદ ચાદરમાં લપેટાયેલા જોઈ હૈયાફાટ રૂદન શરૂ કર્યું હતું. જે દીકરાને 20થી વધુ વર્ષ સુધી વ્હાલથી ઉછેર્યો હતો તેના પાર્થિવ દેહને જોઈ માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *