ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના મૂળ પારડી પ્રેરણા એપાર્ટમેન્ટ રતન વાડી(Ratan Wadi) પાસે રહેતો અને અમદાવાદ(Ahmedabad) હાઇકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરતો પ્રશાંત રાધા ક્રિશ્ના શર્મા અને તેની સાથે પ્રેક્ટિસ કરતો તેનો વકીલ મિત્ર હીરક પ્રોબીરભાઈ ગાંગુલી (રહે. થલતેજ અમદાવાદ) સાથે કામ અર્થે શુક્રવારના રોજ પારડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, કામ પૂર્ણ કર્યા પછી રાત્રે અન્ય બે મિત્રો અભિષેક કપ્તાન સિંગ રાજપૂત અને પ્રશાંત ભવરસિંગ રાજપુરોહીત આમ આ ચાર મિત્રો જુદી જુદી બે બાઇક પર વાપીના સલવાવ હાઇવે પર મામા કબાબ હોટલમાં જમવા માટે નીકળ્યા હતા જ્યાં હોટેલમાં ભીડ હોવાથી આ ચારેય મિત્રો અતુલ ચણવઈ ખાતે હોટલમાં જમવાનું નક્કી કરી પરત ફરી રહ્યા હતા.
ત્યારે પલ્સર બાઈક નંબર GJ-15-BF-8644 ને પ્રશાંત રાજપુરોહિત બાઇક ચલાવી રહ્યો હતો. જેમાં ગાડી પાછળ અમદાવાદ રહેતો હીરક ગાંગુલી બેઠો હતો જેમની બાઇક અચાનક જ પારડી જોગમરડી નજીક હાઇવે પર સ્લીપ મારી જવાને કારણે બંને જમીન પર પટકાયા હતા. જેમાં હીરક ગાંગુલી પર પાછળથી આવી રહેલું કોઇ વાહન ફરી વળ્યુ હતું. જ્યારે ચાલક પ્રશાંત રાજપુરોહિતને ગંભીર ઇજા થઇ હતી બંને ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, બંનેને 108માં પારડી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવતા હીરકને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જયાંરે પ્રશાંતને વધુ સારવાર અર્થે વલસાડ પછી સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. ગંભીર અકસ્માતનો ભોગ બનેલા પ્રશાંત રાજપુરોહિત હાલ UPSCની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યો હતો અને તેની 14 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.