અમદાવાદ માંથી પકડાયું કરોડોનું ડ્રગ્સ, મુખ્ય આરોપી ધારાસભ્ય ચૂંટણીનો ઉમેદવાર

રાજ્યમાં અવાર-નવાર ડ્રગ્સ સાથે વ્યક્તિઓ પકડાતા રહે છે. ત્યારે આજે ફરી એક વખત અમદાવાદમાંથી 4 ઈસમો ડ્રગ્સ સાથે પકડાયા છે. પરંતુ અહીં આશ્ચર્યજનક બાબત એ છે કે, આ ડ્રગ્સ કેસમાં ASI ખુદ પણ ડીલીવરી કરી રહ્યો હતો. અને આ ઉપરાંત, મુખ્ય આરોપી ધારાસભાની ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂકયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime branch) MD ડ્રગ્સનો (MD Drugs) જંગી માલ ઝડપી પાડ્યો છે. અમદાવાદના સીટીએમ (CTM) પાસેથી ચાર આરોપીની કરી અટકાયત કરવામાં આવી હતી. ડ્રગ્સનીં કિંમત આશરે એક કરોડ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદના (ahmedabad) દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એએસઆઈની (ASI) ફરજ બજાવતા ફિરોઝ નામના પોલીસકર્મીને સાથે રાખી ડિલિવરી કરતા પોલીસકર્મીની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ મુંબઇથી ડ્રગ્સ લાવતા હતા. ઝડપાયેલા પૈકનો મુખ્ય બદમાશ વર્ષ 2019માં શહેઝાદ છે. આ શખ્સની ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ સાથે વર્ષ 2019માં ધરપકડ કરી હતી. શહેઝાદ પેરોલ જમ્પ કરી ફરી ડ્રગ્સનો ધંધો કરતો હતો.

આજ રોજ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાંથી એક આરોપી શહેઝાદે વર્ષ 2017માં ધારાસભ્યની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં જમાલપુર ખાડિયા બેઠક ઉપર શહેઝાદે ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ચૂંટણીમાં શહેઝાદને હાર મળી હતી. ત્યાર પછી 2019માં તેની ઉપર ડ્રગ્સનો કેસ થયો હતો. ડ્રગ્સની હેરાફેરી માટે દાણીલીમડા પોલીસ સ્ટેશનના ASI ફિરોઝ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. મુંબઈથી આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે જો કે હાલ ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

મુખ્ય આરોપી શહેઝાદ ધારાસભાની ચૂંટણીમાં ઉમેદવાર રહી ચુક્યો છે

અમદાવાદમાં શાહપુર દાણીલીમડા કારંજ શહેર કોટડા જુહાપુરા નો કેટલોક વિસ્તાર વટવા સહિતના વિસ્તારોમાં છૂટક ડ્રગ્સ મળે છે. જ્યારે મોટું કંસાઈનમેન્ટ આવે ત્યારબાદ તેનું ખેપિયાઓને છૂટક વેચાણ કરવામાં આવે અને બાદમાં તેની પડીકીઓ બનાવી વેચવામાં આવે છે. યુવાધન સૌથી વધુ રવાડે MD ડ્રગ્સના રવાડે ચઢ્યું છે. આ કેસમાં મુંબઈથી લાવવામાં આવ્યું હતું.થોડા દિવસ પહેલા પણ ત્રણેક લોકો તેમાં એક મહિલા પકડાઈ હતી જે લોકો પણ મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હતા અને તેનો ક્રાઇમ બ્રાન્ચે કેસ કર્યો હતો. આ આરોપીઓ દાણીલીમડાની હોટલમાં રોકાયા હતા જ્યાંથી તેઓને પકડયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *