અમદાવાદ: અમદાવાદમાં પ્રેમીને પામવા માટે દીકરાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ જોવા મળ્યું છે. સગી માતા પોતાના જ 3 વર્ષના દીકરાને લઈને પ્રેમીને મળવા ગેસ્ટ હાઉસ પર જઈ દૂધમાં ઝેર ભેળવીને બાળકની હત્યા કરી છે. મળતી માહિતી અનુસાર, આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત અને તેની પ્રેમિકા જ્યોતિને પોતાનો જ બાળક પ્રેમસંબંધમાં ખટકતો હોવાનું માનીને દીકરાને ઝેર પીવડાવી બાળકની હત્યા કરી હતી. એટલું જ નહીં, પાલનપુર લઈ જઈ દફનાવી પણ દીધો હતો. મૃતક બાળકના પિતાને આ વાતની જાણ થતા શહેર કોટળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ વર્ષનો યુવી નામનો બાળક બીમાર હતો. સિવિલ હોસ્પિટલમાં 6 ઓગષ્ટ રોજ સારવાર કરવાનાં બહાને માતા જ્યોતિ લઇ ગઇ અને સાંજે બાળકને લઇ પરત આવી હતી. ત્યારે બાળક બેભાન અવસ્થામાં લઇને આવતાં બાળક શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં. ત્યાં ડૉક્ટર બાળકને મૃત જાહેર કર્યો હતો અને પાલનપુર ખાતે અંતિમ વધી કરી હતી. આ દરમિયાન રિપોર્ટમાં બાળકનું ઝેરનાં કારણે મોત થયુ હોવાનું સામે આવતાં પરિવારે માતા જ્યોતિની પુછપરછ કરતા જ્યોતિએ કબુલાત કરી હતી કે, જ્યોતિએ તેના પ્રેમી સાથે મળીને બાળકને ઝેર પીવડાવ્યું છે. જેને કારણે પરિવાર હત્યારી માતા અને પ્રેમી વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવતી જ્યોતિના લગ્ન 13 વર્ષ પહેલા પાલનપુરના અજય પરમાર સાથે થયાં હતા. જેમણે 3 વર્ષનો દિકરો યુવી હતો. દોઢ વર્ષ પહેલા જ્યોતીના અનૈતિક સંબંધ અંગે પતિ અજયને જાણ થઈ હતી. ત્યારે સમાજમાં આબરૂ અને બાળકને લઇ સમાધાન કર્યું હતું. પરંતુ ત્યાર બાદ પણ જ્યોતિ અને ભૂપેન્દ્ર વચ્ચેનાં અનૈતિક સંબધ ચાલુ રાખ્યા હતા. આડા સંબધમાં ફુલ જેવા માસુમ બાળક વચ્ચે આવતો હોવાથી બાળકની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું.
જેમાં સિવિલ હોસ્પિટલ નજીક ગેસ્ટ હાઉસમાં માતા જ્યોતિ બાળકને લઇ પહોંચી ગઈ હતી. ત્યારે પ્રેમી ઝેરી પાવડર સાથે દૂધ બનાવી રાખ્યું હતું. ત્યારબાદ માતા અને પ્રેમી ભેગા થઈ બાળકને બિસ્કીટ અને દૂધ પીવડાવી હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, કોઈ શંકા ન જાય તે માટે બાળકને પાલનપુર લઇ જઇ અંતિમ વિધી કરી નાખી હતી. સમગ્ર ઘટના જાણ થયા બાદ કોટડા પોલીસે પાલનપુર ખાતે બાળક લાશ મેજિસ્ટ્રેટ સમક્ષ બહાર કાઢી પોસ્ટમોટમ કરવા માટે મોકલી આપી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રેમી ભુપેન્દ્ર પરમાર પાલનપુરના સરકારી હોસ્પિટલમાં કામ કરતો હતો. ત્યાં પોસ્ટ મોર્ટમમાં જાણવા મળ્યું હતું કે, બાળકને દૂધમાં ઝેરી પાવડર નાખ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.