માર્ગ અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. અનેક લોકો પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે. સમગ્ર રાજ્યમાં આવેલ અમદાવાદમાં ફરી એકવાર ખુબ ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે કે, જેમાં એક નિર્દોષ અને ગરીબ રીક્ષાચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મોટેરા ગામ પાસે ગઈકાલે રાત્રે કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જેમાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું છે તો ઈજાગ્રસ્ત કારચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મળી રહેલ જાણકારી પ્રમાણે મોટેરા ગામ નજીક ગઈકાલે રાત્રે 10 વાગ્યાના સુમારે GJ-01-KZ-0333 નંબરની કિઆ સેલટોસના કાર ચાલકે રીક્ષા ચાલકને અડફેટે લીધો હતો.
કારચાલકે GJ-01-TE-5719 નંબરની રીક્ષાને ટક્કર મારી હતી કે, રીક્ષાનું આખુ પડીકુ વળી ગયુ હતું. રીક્ષા 20 ફૂટ જેટલી ફંગોળાઈ ગઈ હતી. આની સાથે જ જોતજોતામાં રીક્ષા ચાલકનુ મોત થઈ ગયું હતું. જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે હજુ સુધી જાણી શકાયુ નથી.
ગઈકાલે રાત્રે 10 વાગ્યાનાં સુમારે આ ઘટના સર્જાઈ હતી. કાર જ્યાં ફંગોળાઈ એ રસ્તા વચ્ચે એક નર્સરી પણ હતી કે, જ્યાં કેટલાક લોકો રહેતા હતા. સદનસીબે એ બધા લોકો જમવા ગયા હોવાને લીધે બચી ગયા હતા. જો તેઓ હાજર હોત તો વધારે નુકસાન થયું હોત.
સદનસીબે કુલ 4 જેટલા લોકો અકસ્માતમાં બચી ગયા હતા. કારચાલકે રોડની બાજુમાં રહેલ થાંભલાને અડફેટે લઈને ગાડી પલટી ખાઈને 20 ફૂટ જેટલી દૂર જઈ પડી હતી. બીજી બાજુ કારને પણ ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જેમાં કારચાલકને પણ ગંભીર ઈજા પહોંચી છે.
જેને એપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. ગાડીમાં પણ નાસ્તાના જુદા-જુદા પેકેટ તેમજ ગ્લાસ મળી આવ્યા છે. રીક્ષાને અડફેટે લેતા પહેલા કાર ચાલકે એક બાઇકને પણ અડફેટે લીધી હતી. અકસ્માત સર્જ્યા પછી GJ01 UB 9167 નંબરની બાઈક ઘટના સ્થળે પડેલ મળી આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.