ગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેકટર અને તેના પિતરાઈ ભાઈએ દુષ્કર્મ કર્યાના આરોપ સાથેનો ગુનો આર્ટિસ્ટ યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.એસોસિએટ ડાયરેક્ટરે લગ્નની લાલચ આપીને ફિલ્મ શૂટિંગના બહાને દ્વારકા,રાજકોટ, દીવ,ધારી વગેરે જગ્યાએ હોટલમાં તેમજ અમરેલીમાં આવેલ ભાડેલ ગામે લઇ જઇને બંને ભાઈઓએ 6 મહિના પહેલા દુષ્કર્મ આચર્યાનું જણાવ્યું છે.
આ દરમિયાન યુવતી 3 વાર ગર્ભવતી થઈ પણ કોઈ દવા આપીને તેનો ગર્ભ પડાવી નાખવામાં આવ્યો હતો.યુવતીના પિતાના નિવૃત્તિના કુલ 9.60 લાખ રૂપિયા પણ યુવતી પાસેથી થોડે-થોડે કરીને આરોપીએ લઈ લીધાં હતાં. ચાંદખેડા વિસ્તારમાં રહેતી ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતી 18 વર્ષની યુવતી ગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેકટર હાર્દિક સતાસીયા અને તેના પિતરાઈ ભાઈ વિમલ સતાસીયા સાથે યુવતી જ્યારે 17 વર્ષની હતી.
ત્યારે ફિલ્મના શૂટિંગમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે જતી હોવાથી એકબીજાનાં સંપર્કમાં આવ્યા હતાં.યુવતીને ફિલ્મ શૂટિંગના બહાને આરોપીઓએ દ્વારકા,રાજકોટ અને દિવની હોટલની રૂમમાં રાખીને તેનો અનેકવાર રેપ કર્યો હતો. ગત વર્ષે ડિસેમ્બરમાં જ અમરેલી જિલ્લામાં આવેલ ભાડેલ ગામે ફિલ્મ શૂટિંગ માટે ગયેલી યુવતીને આરોપી હાર્દિક તેને પોતાના કાકાના ઘરે રોકાવા માટે લઈ ગયો હતો.
ત્યાં રાતનાં સમયે યુવતીનું મોં દબાવીને,હાથ-પગ પકડીને હાર્દિક અને તેના પિતરાઈ ભાઈ વિમલ સતાસીયાએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.આ વાત અંગે કોઈને ન કહેવા નહી તો જાનથી મારી નાંખવાની આરોપીઓએ ધમકી આપી હતી.યુવતીના નિવૃત પિતાની ગ્રેજ્યુઈટીના પૈસામાંથી હાર્દિકે યુવતી પાસેથી 9.60 લાખની રકમ લઈ લીધી પણ તેણે પરત કરી નહોતી.આ ઘટના અંગે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news