હાલ જયારે કોરોનાનો ડર લોકોમાંથી ધીમે ધીમે દુર થાય છે ત્યારે હવે મ્યુકોરમાયકોસીસનો ડર લોકોમાં વધતો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન એક એવો દુ:ખદ કિસ્સો સામે આવ્યો છે જેમાં કોરોનાને માત આપ્યા બાદ મોઢામાં ચાંદા પડવાથી મ્યુકોરમાયકોસિસ થયો હોવાનો ડર રાખીને અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં એક વૃદ્ધે આત્મહત્યા કરી છે.
જાણવા મળ્યું છે કે, પાલડી વિસ્તારમાં આવેલ અમન એપાર્ટમેન્ટમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધે મ્યુકોરમાયકોસિસ થયો હોવાના ડરથી આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. નિવૃત જીવન જીવતા નિરંજન પટેલ નામના વૃદ્ધે બે દિવસ પહેલા તેમના ફ્લેટની અગાસી પણ જઈને દવા પી લીધી હતી.
આ દરમિયાન લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા તેમના પત્નીએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. ત્યારે નિરંજન ભાઈ ફ્લેટના ધાબે બેભાન હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ કરતા એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં નિરંજનભાઇ એ પોતાના પરિવારના સભ્યોને ઉદ્દેશીને લખ્યું છે કે, ‘મને મ્યુકોરમાયકોસિસ થયો છે, અને મારા મોઢા માં સફેદ fungus ચાંદા પડ્યા છે.
ત્યારબાદ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. આ દરમિયાન તપાસ કરતા એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં નિરંજન ભાઈએ પોતાના પરિવારના સભ્યોને ઉદ્દેશીને લખ્યું હતું કે, ‘મને મ્યુકોરમાયકોસિસ થયો છે, અને મારા મોઢામાં સફેદ fungus ચાંદા પડ્યા છે. હવે આ કોરોના કાળમાં હોસ્પિટલમાં આ રોગની સારવાર અને શક્ય નથી લાગતી. તેથી હું આ દેહનો ત્યાગ સ્વેચ્છાએ કરુંછું તો મને માફ કરશો.’
આ ઉપરાંત તેમને ડાયાબિટીસ સહિત અન્ય કેટલાક રોગ હોવાથી તે કંટાળી ગયા હોવાનું પણ આ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે આ પ્રકારે હિંમત હારી જવી પણ યોગ્ય નથી. કોરોના દરમિયાન જેમ લોકો કપરી પરિસ્થિતિમાં પણ અડગ રહીને જીવન જીવી રહ્યા છે તેમ આ મ્યુકોરમાયકોસિસ નામના રોગનો પણ સામનો કરવો જોઈએ. કોરોનાની જેમ હવે આ રોગની સારવાર પણ ઉપલબ્ધ છે. જેથી ડરીને હિંમત હારવી જોઈએ નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.