ગુજરાતમાં બની કરોડોમાં બનતી અનોખી ઘટના: મહિલાના કૂખે જન્મ્યું ભૂરા રંગનું બાળક! સામે આવ્યું ચોંકાવનારું કારણ

Mehsana mother gave birth on blue color baby: હાલમાં તમાકુનું વ્યસન સમાજમાં મહિલાઓમાં વધુ ફેલાઈ રહ્યું છે. માદક દ્રવ્યોના વ્યસનને કારણે મહિલાઓ કેન્સર સહિત અન્ય…

Mehsana mother gave birth on blue color baby: હાલમાં તમાકુનું વ્યસન સમાજમાં મહિલાઓમાં વધુ ફેલાઈ રહ્યું છે. માદક દ્રવ્યોના વ્યસનને કારણે મહિલાઓ કેન્સર સહિત અન્ય અનેક રોગોનો સામનો કરી રહી છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો ગુજરાતના મહેસાણાની એક મહિલા સાથે સામે આવ્યો છે. એક મહિલાએ એક બાળકને જન્મ આપ્યો જેનો રંગ વાદળી હોવાનું જાણવા મળ્યું હતું.(Mehsana mother gave birth on blue color baby) બાળકનો જન્મ થયો પણ તે રડતો ન હતો અને શ્વાસ પણ લઈ શકતો ન હતો, માત્ર તેનું હૃદય ધબકતું હતું. આ બાળકની હાલત જોઈને ડોક્ટરો પણ મુંઝવણમાં મુકાઈ ગયા. તબીબોએ બાળકને વેન્ટિલેટર પર મૂક્યો હતો.

બાળકનો આ રીતે જન્મ કેમ થયો તેવો સવાલ ઉઠ્યો, કારણ જાણવા માટે ડોક્ટરોએ બાળકની માતાના અનેક રિપોર્ટ્સ કર્યા. રિપોર્ટમાં ખુલાસો થયો કે બાળકની માતા તમાકુની વ્યસની હતી. જેના કારણે બાળકની હાલત આ રીતે જોવા મળી રહી છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ બાળકમાં નિકોટીનની માત્રા સામાન્ય વ્યક્તિ કરતા 20 ગણી વધારે હતી. તબીબોની સારવાર બાદ બાળકીની હાલત સામાન્ય થઈ ગઈ છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહેસાણાની એક મહિલાએ લગ્ન બાદ સંતાન ન થતાં IVF દ્વારા બાળકને જન્મ આપ્યો હતો.

ત્યારબાદ 19મી જૂને તેણે સામાન્ય રીતે બીજા બાળકને જન્મ આપ્યો. બાળકને શ્વાસ ન હોવાથી તેને મહેસાણાની પીડિયાટ્રિક હોસ્પિટલમાં કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવો પડ્યો હતો.  અમદાવાદની એસજી એમ્બ્યુલન્સ દ્વારા બાળકને મહેસાણાથી હાઈવે પર આવેલા અર્પણ નિયોનેટલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યું હતું. બાળરોગ નિષ્ણાત ડો.આશિષ મહેતાએ તરત જ બાળકની સારવાર શરૂ કરી હતી.

બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. તબીબોએ મહેસાણાની હોસ્પિટલમાં તબીબને બોલાવી બાળકની મેડિકલ હિસ્ટ્રી જાણવાની કોશિશ કરી તો કંઈ મળ્યું નહીં, પરંતુ અંતે મહેસાણાના તબીબે જણાવ્યું કે બાળકની માતા અસ્થમાની દવા લેતી હતી અને તમાકુનું સેવન કરતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *