વરસાદનાં ત્રીજા રાઉન્ડમાં ગુજરાતના હાલ બેહાલ: રાજ્યમાં 142 તાલુકામાં ભર’પૂર’- સૌથી વધુ ભાવનગરમાં 4.2 ઇંચ વરસાદ

Heavy rains in gujarat: આજે રાજ્યમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌથી વધુ વરસાદ ભાવનગરમાં 4.2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટનાં કોટડા સાંગાણીમાં 3.8 ઈંચ, લાલપુરમાં 3.4 ઈંચ, બાબરમાં 3.4 ઈંચ, ખંભાળીયામાં 3.3 ઈંચ, ગાંધીધામ 3 ઇંચ,લોધીકા 3 ઇંચ,સિંહોરમાં 3 ઇંચ, કલ્યાણપુર 2.9 ઇંચ,ગઢ઼ડા 2.9 ઇંચ,સુરત શહેર 2.9 ઇંચ,પાટણ 2.9 ઇંચ,વેરાવળમાં 2.9 ઇંચ, વ્યારા 2.7 ઇંચ,નાંદોદ 2.7 ઇંચ,ઉમરાળામાં 2.7 ઇંચ,(Heavy rains in gujarat) રાજકોટ 2 ઇંચ,ભરુચ 2 ઇંચ,અંકલેશ્વર 2 ઇંચ,સુત્રાપાડામાં 2 ઇંચ, તીલકવાડા 1.9 ઇંચ,અંજાર 1.9 ઇંચ,જામનગર1.9 ઇંચ,જેસર1.9 ઇંચ,સોનગઢમાં 1.9 ઇંચ, વાલોદ1.8 ઇંચ,જસદણ1.8 ઇંચ,ઝઘડીયા1.8 ઇંચ,ઘોઘા,1.8 ઇંચ, લાઠી 1.2 ઇંચ,ગોંડલ 1.2 ઇંચ,ડોલવણ 1.2 ઇંચ,વાગરા 1.2 ઇંચ,તલાલામાં 1.2 ઇંચ, વરસાદ પડ્યો હતો.

આજે પોરબંદર અને દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ધબધબાટી બોલાવી છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદે તારાજી સર્જી રહ્યા છે. લોકો વરસાદના તાંડવથી તોબા પોકારી ઉઠ્યા છે, તેમ છતાં વરસાદનું જોર ઘટવાની શક્યતા નથી. આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં રહેશે વરસાદનું જોર
હવામાન વિભાગ અનુસાર આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ થવાની સંભવાના વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે રાજ્યમાં આજના દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે.

ગુજરાતના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આજે સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, મોરબી, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જારી કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *