લિજ્જત પાપડના માલકિનને 93 વર્ષની ઉંમરે મળશે “પદ્મશ્રી”, જાણો સફળતાની સફળ કહાની

પદ્મ પુરસ્કારએ દેશનું સૌથી ગૌરવાંન્વિત સન્માન છે. આ વર્ષે 7 લોકોને પદ્મ વિભૂષણ 10 લોકોને પદ્મ ભૂષણ અને 102 લોકોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં 93 વર્ષની ગુજરાતી મહિલા જસવંતીબેન જમનાદાસ પોપટને ગણતંત્ર દિવસે ‘ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ’માં પદ્મ પુરસ્કાર મળ્યો છે. લિજ્જત પાપડના માલિક તરીકે તેઓ જાણીતા છે. તેઓ મૂળ કાઠિયાવાડના હાલારી લોહાણા સમાજના છે. હાલ તેઓ મુંબઈ રહે છે.

જીવતરની એક સદીની નજીક પહોંચેલા જસવંતીબેન તેમના જમાનામાં જ્યારે દિકરીઓને ભણાવતા ન હતા ત્યારે પણ એકાદ બે ચોપડી ભણેલા હતા. ગૃહિણી તરીકેની તમામ ફરજો બજાવતા બાકી રહેતા સમયનું શું કરવું તે પ્રશ્નનો જવાબ તમને મળી ગયો અને ઈ.સ.1950માં તેમણે પોતાના ઘરમાં જ પાપડ બનાવવાનું શરૂ કરી દીધું હતું. ધીરે ધીરે પાડોશમાં તેમની ગલીમાં અને પછી આખા શહેરમાં તેમના પાપડ જાણીતા થવા લાગ્યા. આર્થિક વળતર પણ સારૂ મળ્યું હતું.

ગુજરાતી લોહાણામાં જન્મજાત જોવા મળતી વેપારી સૂજ તો તેમનામાં હતી જ. ઈ.સ.1959માં તેમણે પોતાની સંસ્થાની નોંધણી કરાવી. શરૂઆતમાં સાત જેટલી મહેનતુ મહિલાઓને સભ્ય બનાવી તેઓ પોતે સંચાલક બન્યા. તેમણે 200 રૂપિયાની લોન લઈને મૂડી ઉભી કરી અને પાપડનો ઉદ્યોગ શરૂ કર્યો અને પોતાના પાપડને સરસ મજાનું “લિજ્જત પાપડ” નામ આપ્યું.

ધીમે ધીમે ધંધો વિકસતો ગયો. લોકોમાં તેમના પાપડની માંગ વધતી ગઈ. બહેનોની સંખ્યા વધતી ગઈ. પાપડ તૈયાર કરવાં, પેકિંગ, માર્કેટીંગ, વેચાણ હિસાબો બધું જ મહિલાઓ કરતી રહી. લિજ્જત પાપડ એક પ્રતિષ્ઠિત નામ બની ગયું છે. ટી.વી ઉપર એની જાહેરાત કરી અને લિજજત પાપડ ઘેરઘેર જાણીતાં બન્યાં. અખબારોનાં પેજ હોય કે જાહેરાતોનું જગત લિજજત એક ઇજજતદાર નામ બની ગયું છે. આજે પણ મશીનથી નહીં પરંતુ જાતે બનાવેલા પાપડ બજારમાં મુકે છે.

200 રૂપિયાની મૂડીથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ આજે એક વર્ષે 800 કરોડનું ટર્નઓવર કરતો બિઝનેસ છે. એક નાનકડી શાખાની જગ્યાએ આજે 82 જેટલા પાપડ તૈયાર કરતા એકમો જસવંતીબેનના વડપણ હેઠળ હજારો બહેનોને રોજગારી આપે છે. મહિલાઓને સ્વમાન અને મોભો આપી સામાજિક દરજ્જો આપ્યો છે. તેમને મળેલ પદ્મ પુરસ્કાર તેમની પ્રવૃત્તિને મળેલો ઉચ્ચ ઉપહાર છે.

બઈમાં રહેતા 93 વર્ષિય આ મહિલા આજે પણ કાર્યરત છે. તે દરરોજ સંસ્થાનાં કામો કરે છે. મેનેજમેન્ટ સહિત તમામ કામો વ્યવસ્થાથી કરે છે. બીજા માળે આવેલા નિવાસથી નીચે સંસ્થા સુધીનાં પગથિયાં કોઇની પણ મદદ વગર ચડે અને ઉતરે છે. તે કર્મયોગનું અદભૂત ઓજસ છે. જસવંતીબેનની ગાથા અનેક મહિલાઓ માટે પ્રેરણાના પથ સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *