ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)માં PM મોદી(Narendra Modi)એ 1 ડિસેમ્બરના રોજ 50 કિલોમીટર જેટલો ભવ્ય રોડ-શો કર્યો હતો, તો ગઈકાલે 2 ડિસેમ્બરના રોજ શાહીબાગ(Shahibaug)થી સરસપુર સુધી બીજા દિવસે પણ રોડ-શો કર્યો હતો. સતત ટ્રાફિકથી ધમધમતા અમદાવાદમાં PM મોદીના રોડ-શોને કારણે અનેક જગ્યાએ ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને સોશિયલ મીડિયા(Social media)માં ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને અનેક લોકોએ વિડીયો શેર કર્યા હતા.
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ઠાલવ્યો ઉગ્ર રોષ:
જણાવી દઈએ કે, અમદાવાદમાં સતત બે દિવસથી PM મોદીના રોડ-શોને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરતા બળાપો કાઢ્યો હતો. વિડીયોમાં જોઈ શકો છો કે, ઠેર ઠેર ટ્રાફિક જ જોવા મળી રહી છે.
આજે ચુંટણી પ્રચારનો અંતિમ દિવસ:
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બરના રોજ મતદાન પૂર્ણ થયા બાદ હવે આગામી 5મી ડિસેમ્બરના રોજ 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને બીજા તબક્કાની ચૂંટણી માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. ઉલ્લેખનીય છે કે, સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ બંધ કરી દેવામાં આવશે. જે બાદ રાજકીય પક્ષો ડોર ટૂ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો યોજી શકશે. મતદાનના 48 કલાક અગાઉ પ્રચાર પડઘમ શાંત થઇ જશે.
5 ડિસેમ્બરે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.