અમદાવાદમાં પોલીસકર્મીના આત્મહત્યા કેસમાં નવો વળાંક- મહિલા કોન્સ્ટેબલ પ્રેમિકાની કરાઈ ધરપકડ

Police Constable’s Suicide Case: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા એક પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હતો. ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતી યુવતી સાથે તેનો પ્રેમસંબધ બઢાયો હતો. આ પ્રેમ સંબધમાં તે યુવતી તેની પાસે પૈસાની માંગ મૃતક પોલીસ કર્મી હિતેષ આલ પાસે કરી હતી, આમ નહીં કરે તો તને હું પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. છેવટે પ્રેમિકાના ત્રાસથી કંટાળી પોલીસ કર્મી પ્રેમિએ વેજલપુરમાં આપઘાત કરી લીધો હતો.

વેજલપુરમાં રહેતા અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી રહ્યા પોલીસ જવાને 9 ઓક્ટોમ્બર ના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ તે કેસમાં હવે એક મોટો ટર્ન આવ્યો છે.અમદાવાદ પોલીસના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી રીંકલ દેસાઈ પોલીસ કોન્સ્ટેબલ હિતેષ આલને દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપીને માનસિક ત્રાસ આપી રહી હતી. જેથી કંટાળીને પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હતો.

ત્રણ વર્ષથી હતા પ્રેમસંબંધ
મળતી માહિતી અનુસાર,છેલ્લા 3 વર્ષથી આરોપી રીંકલ અને હિતેશ વચ્ચે પ્રેમ સંબંધ હતો.પરંતુ કોઈ કારણસર સંબધ તૂટી જતા હિતેષે સમાજમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જેથી મહિલા પોલીસ કર્મી રીંકલ સતત હિતેષને માનસિક ત્રાસ આપી રહી હતી. ઓનલાઈન ખરીદી કરવાનું પેમેન્ટ અને આર્થિક મદદ મેળવવાની સાથે ધમકીઓ પણ તેને આપી રહી હતી. પ્રેમિકાનો માનસિક ત્રાસ વધતા પોલીસ કર્મીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટના પછી મૃતક હિતેષના ભાઈએ રીંકલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલા પોલીસની ધરપકડ કરી લીધી છે.

પોલીસ તપાસ સામે આવ્યું છે કે, 3 વર્ષ પહેલા રીંકલ દેસાઈ અને હિતેષ આલ એક સાથે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બંનેની મિત્રતા થયા પછી તે બને પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી. હિતેષ આલ પ્રેમિકા રીંકલ સાથે લગ્ન કરવાનો હતો. પરંતુ રીંકલના આગાઉના પ્રેમસંબંધો વિશે જાણ થતા તેને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જેના કારણે રીંકલે હિતેષને પરેશાન કરવાનું શરુ કરી દીધું હતું.

જાહેરમાં કરતી અપમાનીત
ટ્રાફિક પોલીસની ફરજ દરમિયાન રીંકલ તમાશો કરીને હિતેષ સાથે ઝઘડો કરતી હતી અને તેને જાહેરમાં તેને અપમાનિત પણ કરતી હતી. બસ આ વાતથી છેવટે કંટાળીને હિતેષે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવી દીધું હતું.

વેજલપુર પોલીસે કોન્સ્ટેબલ હિતેષ આલના આપઘાત કેસમાં દુષ્પ્રેરણ બદલ મહિલા પોલીસ કર્મી રીંકલ દેસાઈની હાલ ધરપકડ કરી છે. તેની સઘન પૂછપરછ બાદ તેના નિવેદનને પણ નોંધવામાં આવ્યુ છે. આ ઉપરાંત બન્નેના મોબાઈલ FSL માં મોકલીને વધુ પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *