ગુજરાત: ગાંધી (Gandhiji) નાં ગુજરાત (Gujarat) માં દિવાળી (Diwali) પહેલાં જ દારૂ (Alcohol) ની રેલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય થઈ ચુક્યા છે ત્યારે હાલમાં રાજસ્થાન (Rajasthan) સહિતના રાજ્યોમાંથી દારૂ આવી રહ્યો છે. હરિયાણા (Haryana) માં આવેલ હિસારથી ભાવનગરના વરતેજ ગામમા લવાતો વિદેશી દારૂથી ભરેલ ટેન્કર અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે પકડી પાડ્યું છે.
પોલીસ દ્વારા ડ્રાઇવરને પૂછતાં ડામર હોવાનું કહ્યું હતું પણ ટેન્કરના ઢાંકણા ખોલીને જોતા ટેન્કરમાં 3 કંપાર્ટમેન્ટમાં વિદેશી દારૂ હતો. આરોપી હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશથી દાહોદમાં દારૂ ઘુસાડીને વડોદરા થઈને ભાવનગર જે રહ્યો હતો ત્યારે ગ્રામ્ય પોલીસે વટામણ ચોકડીથી આ ટેન્કર પકડી પાડ્યું હતું.
એક્સાથે 5,820 જેટલી દારૂની બોટલો કે, જેની કિંમત અંદાજીત 22.78 લાખ રૂપિયા રહેલી છે જેને કબ્જે કરી લેવામાં આવી હતી. ડ્રાઇવરની ધરપકડ કરીને હરિયાણાથી દારૂ ભરી આપનાર તથા મંગાવનાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ ગ્રામ્ય LCBના PI એચ.બી ગોહિલ તેમજ PSI જી.એમ પાવરાને મળેલ બાતમી પ્રમાણે, વિદેશી દારૂથી ભરેલ ટેન્કર વડોદરા બાજુથી આવીને ભાવનગર જવાનું છે. અહીં વટામણ ચોકડી નજીક હોટલ વીર વચ્છરાજ હોટલ નજીક વોચ ગોઠવી દેવામાં આવી હતી.
બાતમીવાળું ટેન્કર આવતા પોલીસ દ્વારા ડ્રાઈવરને પકડી પાડીને પૂછપરછ કરતા તેનું નામ વાસુદેવ બિશનોઈ (રહે.સાંચોર, ઝાલોર, રાજસ્થાન) હોવાનું કહ્યું હતું. ટેન્કરમાં શુ ભર્યું છે એમ પૂછતાં ડામર હોવાનું કહ્યું પણ પોલીસને ચોક્કસ બાતમી હોવાથી ટેન્કર પર ઢાંકણા પાના વડે ખોલી જોતા તેમાં ત્રણ કંપાર્ટમેન્ટમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસ દ્વારા આ ટેન્કરમાંથી દારૂનો જથ્થો બહાર કાઢીને ગણતરી કરતા આખું ટેન્કર દારૂથી ભરેલું હતું. કુલ 5,820 જેટલી અનેકવિધ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી કે, જેની કિંમત કુલ 22.78 લાખ રૂપિયા રહી હતી. આરોપી વાસુદેવની પુછપરછ કરતા પુનારામ બિશનોઈએ હરિયાણામાં હિસાર ખાતે મોકલી ત્યાં ઓમપ્રીત ચરખી, સુરેશ તૈલી તથા અર્જુન મીણાએ રોડ પર આવી ટેન્કર આપી ગયા હતા.
ટેન્કર ગુજરાતમાં ભાવનગરમાં આવેલ વરતેજ નજીક નાગદાન ગઢવી, શ્રીપાલસિંહ ઉર્ફે જીગો ગોહિલ તથા કુમારપાલસિંહ ઉર્ફે કુમાર ગોહિલ નામના શખ્સ આવીને લઈ જશે. અલગ-અલગ સ્થળે પોતે હોલ્ડ કરતો તેમજ આગળ સૂચના મળે એમ પહોંચતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.