ગુજરાત (Gujarat) માં આવેલા અમદાવાદ (Ahmedabad) માંથી એક ખુબજ દુઃખત ઘટના સામે આવી છે. અનૈતિક સંબંધના કારણે એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના અમદાવાદના નિકોલ વિસ્તાર માંથી સામે આવી છે. પત્ની અને વિધર્મી પ્રેમીએ સાથે મળીને પતિને ક્રૂર રીતે મોતને ઘાટ ઉતાર્યો છે.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે પ્રેમી અનશ અને તેની બહેનપણી ખુશી સતવારાને ઝડપી લીધા હતા. આ સમગ્ર ઘટનામાં ચોકાવનારી વાતતો એ છે કે, આરોપી પત્ની અને અનશની વચ્ચે 30 દિવસ પહેલાં જ પ્રેમસંબંધ બંધાયો હતો. માત્ર 30 દિવસના સંબંધ ગાળામાં મીરાએ 8 વર્ષના જુના સંબંધને મોત આપવાનું નક્કી કરી લીધું હતું.
મહેશના પિતાનું નામ ગોબરભાઈ લક્કડ છે તેઓ સાવરકુંડલાના વિરડી ગામના રહેવાસી છે. મહેશને એક ભાઈ અને બે બહેન છે. મહેશનો મોટો ભાઈ ઉદય સુરતમાં હીરા ઘસે છે. મહેશ તેના પિતા સાથે ખેતીકામ કરતો હતો. થોડા દિવસ પહેલા મહેશ અમદાવાદ તેના સસરાના ઘરે આવ્યો હતો. મહેશના સસરા છે અને સાસુ નથી. મહેશ અમદાવાદ આવ્યો એને લહભગ દસેક મહિના જેવું જ થયું હતું.
અમદાવાદના નિકોલમાં કૃષ્ણનગરમાં મહેશ અને તેની પત્ની સસરા સાથે જ રહેતાં હતાં. મહેશ અમદાવાદમાં રિક્ષા ચલાવતો હતો. મીરાના પિતા સ્ટેશનરીની દુકાને જતા રહે એટલે મીરા આખો દિવસ ઘરે એકલી જ રહેતી હતી. પોલીસે જ્યારે મહેશના પિતા સાથે વાત કરી ત્યારે તેને કહ્યું કે, મહેશ બે વર્ષ પહેલાં સુરત ગયો હતો અને ત્યારે પણ મીરાએ કોઈ સાથે આવું કર્યું હતું એના ફોટા અને સબૂત બધું જ છે.
જયારે મીરા ઘરે એકલી હોઈ ત્યારે અવાર નવાર અનશ ઘરે આવતો હતો અને એક વાર મહેશે મીરાને પૂછ્યું કે, અનશ અવારનવાર આપણા ઘરે કેમ આવ્યા કરે છે? ત્યારે મીરાએ કહ્યું કે મેં એને ભાઈ માન્યો છે અને એટલે તે આપણા ઘરે આવે છે. મહેશને મીરા પર શક જતા તેને મીરાનો ફોન ચેક કર્યો અને ત્યારે મીરા અને અનશના સાથે ફોટા જોવા મળ્યા.
ત્યાર બાદ મહેશ અને મીરા વચે વિવાદો શરુ થયા, મહેશે કહ્યું કે એક વાર મેં તને જતી કરી હતી હવે નહી કરું અને ત્યારે મીરા મહેશને દબાવતી હતી. ત્યાર બાદ મહેશે તેના પિતાને 5 તારીખે ફોન કરીને સમગ્ર ઘટના વિષે વિગતે કહ્યું અને મ પણ કીધું કે, ‘હું સામાન ભરું છું. તમે ટ્રેક્ટર લઈને સવારે અમને ગામ પાછા લઇ જજો.’
જ્યારે આ વાતની જાણ મહેશના સસરાને થઈ ત્યારે તેણે કહ્યું કે, છોકરાઓ નાના છે એટલે તમે તેને બસમાં મોકલી દો મેં બસની ટિકિટ પણ બુક કરાવી દીધી છે અને તમે રિક્ષા લઈને જતા રહો. ત્યારબાદ લગભગ સાત વાગ્યા ની આસપાસ મહેશ ના પિતાએ મહેશને ફોન કર્યો અને મહેશે ફોન ના ઉપાડ્યો 12 વાગ્યા સુધીમાં લગભગ મહેશ ના પિતા મહેશને 20 જેટલા ફોન કર્યા હતા. પરંતુ મહેશ કોઈ જવાબ આપી રહ્યો ન હતો અને ત્યારે મહેશના પિતાએ મીરાને ફોન કર્યો અને ત્યારે મીરાનો ફોન તેની બહેનપણી ખુશી એ ઉપાડી અને તેને કહ્યું કે મીરા સુતી છે.
ત્યારબાદ મહેશ ના પિતાએ મહેશના સાળા પંકજભાઈને ફોન કર્યો અને ત્યારે પંકજએ કહ્યું કે મહેશ ક્યાંક પીને સૂતો હશે. ત્યારે મહેશ ના પિતાએ કહ્યું કે મારો દીકરો પીતો નથી. અમે સ્વામિનારાયણ ધર્મ પાળીએ છીએ. પછી બીજે દિવસે મહેશ ના પિતા મહેશની સંભાળ લેવા માટે અમદાવાદ ગયા અને ત્યારે મીરા અને અનસે તેને કહ્યું કે મહેશ કદાચ તેના કોઈ સગા સંબંધીના ઘરે ગયો હશે. ત્યારબાદ મહેશને પિતાએ તેના સગા સંબંધીઓને ફોન કરીને જાણ્યું પણ મહેશ કોઈ ના ઘરે હતો નહીં.
ત્યાર બાદ મહેશ ના પિતાએ તેના ભાઈને વાત કરી અને તેને ભાજપના નેતા ગોરધનભાઈ ઝડફિયાને ફોન કર્યો. અને પોલીસ સત્ર્હે વાત્ક્રતા જાણવા મળ્યું કે, મીરા ગઈકાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ગઈ હતી કે તેનું પતિ દારૂ પીને ગાયબ થઈ ગયો છે આ વાત પર મહેશ ના પિતાએ કહ્યું કે મારા દીકરાને દારૂ પીવાની આદત જ નથી તે દારૂ પીધો જ નથી અને કદાચ પીતો હોય તો પણ 3 દિવસ તો નશામાં ન હોય.
ત્યાર બાદ પોલીસે મહેશની શોધ ખોલ શરુ કરી હતી. ત્યાર બાદ શોધ ખોલ દરમ્યાન પોલસને મહેશનો મૃત દેહ કૂવા માંથી મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછ કરતાં અનસે કબૂલ્યું હતું કે મર્ડર કરીને ડેડબોડી કૂવામાં નાખી દીધી હતી. હાલ પોલીસે બધાની ધરપકડ કરી આગળની કર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.