લ્યો બોલો! હવે તો હદ થઈ, તસ્કરોએ તો ફાયર સ્ટેશનમાંથી જ કરી ગયા એમ્બ્યુલન્સની ચોરી- જુઓ વિડીયો

રાજ્યમાં અવારનવાર ચોરીની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. શહેરમાં તસ્કરો તથા લૂંટારુ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સોનાના વેપારીઓ લૂંટાયા પછી નાની-મોટી ઘરફોડ અથવા તો વાહનોની ચોરી કરવામાં આવતી હતી.

હવે તો તસ્કરો એટલા બેફામ બની ગયાં છે કે, ફાયર સ્ટેશનમાંથી કુલ 30 લાખ રૂપિયાની શબવાહી ચોરીને ભાગી ગયાં હતાં. આ કેસમાં 24 કલાક કાર્યરત ફાયર સ્ટેશનના સ્ટાફને જાણ કેમ ન થઈ તે એક પ્રશ્ન ઉભ થયો છે. ફરિયાદીએ પોલીસને કહ્યું હતું કે, શબવાહીની ઇમરજન્સી વાહન હોવાને લીધે ચાવી સ્ટિયરિંગમાં જ લગાવવામાં આવી હતી.

અહીં સ્ટાફ ક્વાર્ટર્સ આવેલ છે, તેના ગેટ પર CCTV છે પણ ઇમરજન્સી વાહનોના પાર્કિંગમાં CCTV કેમેરા મુકવામાં આવ્યા નથી. છેલ્લા 16 વર્ષથી AMC માં ફરજ બજાવી રહેલ વિજયસિંહ પુવાર પ્રહલાદનગર રોડ પર આવેલ ફાયર બ્રિગેડના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહે છે.

તેઓ આ જ ફાયર સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેઓ ફાયર બ્રિગેડમાં શબવાહીની ચલાવે છે. હાલમાં જ આ ફાયર સ્ટેશનમાં એક નવી શબવાહીની આવી હતી, જેને વિજયસિંહ ચલાવતા હતા. આ વાહનનો નંબર GJ 01GA 2169 છે.

રવિવારે તેઓ શબવાહીનીને લઈ બોડકદેવ ખાતેની વર્ધીમાં ગયા હતા. ત્યાંથી પાછાં ફરતા વખતે સાંજના 7 વાગ્યે ફાયર બ્રિગેડના પાર્કિંગમાં શબવાહિની પાર્ક કરવામાં આવી હતી. આ વાહન ઇમર્જન્સી વાહન હોવાને કારણે ગાડીની ચાવી સ્ટિયરિંગમાં જ રાખવામાં આવી હતી.

આજે એટલે કે, સોમવારે સવારનાં 7 વાગ્યે પાર્ક કરવામાં આવેલી જગ્યાએ શબવાહિની જણાઈ ન હતી.આ મામલે તેઓએ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. પ્રહલાદનગર ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસરને પણ જાણ કરવામાં આવી હતી.

તેઓએ આ બાબતે ઊચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ કરવામાં આવી હતી. જો કે, આજુબાજુમાં શબવાહીની મળી ન આવતા પાસે આવેલ ફ્લેટ અને કોમ્પ્લેક્સના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં રાત્રે 3 વાગ્યાની આજુબાજુ અજાણ્યા શખ્શો કુલ 30 લાખની કિંમતની આ શબવાહિની ચોરી કરીને પ્રહલાદનગર થઈ SG હાઇવે બાજુ જતા હોવાના CCTV ફૂટેજ હાથ લાગ્યા હતા.

આ મામલે તેઓએ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને CCTV ફૂટેજ એકત્ર કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. અહીં જે ફાયર સ્ટેશન બનાવ્યું છે તેની પાછળ કર્મચારીઓનાં સ્ટાફ ક્વાર્ટર્સ આવેલ છે. આ સ્ટાફ ક્વાર્ટર્સમાં જે મુખ્ય ગેટ છે ત્યાંથી આગળ CCTV લગાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *