અમદાવાદમાં રમાડવાનાં બહાને આધેડે 3 વર્ષીય માસુમ બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, પોલીસ પણ થઈ શર્મસાર

અમદાવાદ (ગુજરાત): રાજ્ય (Gujarat) માં આવેલ અમદાવાદ (Ahemdabad) શહેરમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી રહી છે. અહીં એક આધેડે (Old man) પોતાની પૌત્રી સમાન…

અમદાવાદ (ગુજરાત): રાજ્ય (Gujarat) માં આવેલ અમદાવાદ (Ahemdabad) શહેરમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી રહી છે. અહીં એક આધેડે (Old man) પોતાની પૌત્રી સમાન દીકરીની સાથે દુષ્કર્મ (Mischief) આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. શહેહરના વાડજ(vadaj) વિસ્તારમાં રહેતી 3 વર્ષીય બાળકી પર આધેડે (Three years old Raped by Old Aged Man) દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાને કારણે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આધેડે બાળકીને રમાડવાના બહાને દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આની સાથે જ દુષ્કર્મ આચર્યા પછી આધેડ ભાગી ગયો હતો પણ પોલીસ દ્વારા  ગણતરીના કલાકોમાં રેલવે સ્ટેશનથી આધેડને પકડી પાડ્યો હતો.

વાડજ પોલીસ દ્વારા આ હચમચાવી નાખતા કેસના આરોપી આધેડ એવા રામશરણ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે કે, જેણે તેની પૌત્રીથી પણ નાની ઉંમરની 3 વર્ષીય બાળકીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા પછી આધેડ ભાગી ગયો હતો તેમજ બાળકીની હાલત જોઈને તેની માતા-પિતાએ બાળકીને પૂછતા આ આધેડનો ભાંડો ફૂટ્યો હતો.

પરિવાર બાળકીને લઇ પોલીસમથકમાં પહોંચ્યો ત્યારે પોલીસે પણ દુષ્કર્મના ગંભીર ગુનાને લઈ અલગ-અલગ ટીમ બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન આરોપીને રેલવે સ્ટેશનથી પકડી પાડવામાં સફળતા મળી હતી. આરોપી પોતાના વતન જાય તે પહેલા જ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપી રામશરણ ચૌહાણ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે તેમજ વતનમાં પત્ની તથા 2 દીકરીઓ રહે છે. છેલ્લાં એક વર્ષથી અમદાવાદ માટે રોજગારી માટે આવ્યો હતો. વાડજ વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કરી રહ્યો હતો. આધેડ આરોપી પાડોશમાં સંબંધ બનાવીને આ બાળકીને રમાડવાના બહાને તેના ઘરે લઇ ગયો હતો.

જો કે, પહેલા પણ આ બાળકીને રમાડવાના બહાને લઈ ગયો હતો કે, કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે જયારે બીજી તરફ આધેડની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ફૂલ જેવી માસુમ બાળકીનું પણ મેડિકલ રિપોર્ટ કરાવીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *