આજકાલ બેફામ ચાલતા વાહનોના કારણે અકસ્માતમાં વધારો નોંધાયો છે. આ દરમિયાન સિદી સૈયદની જાળી પાસેથી એક્ટિવા પર માસ્ક પહેર્યા વગર નીકળેલા બે યુવકોને પોલીસે રોકતા, યુવકો એક પોલીસકર્મી પર વાહન ચડાવી ભાગી ગયા હતા. જેમાં પોલીસ કર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે કારંજ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે એકટીવા ચાલક સહીત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પોલીસ ગિરફતમાં રહેલ બે આરોપી માસ્ક પહેર્યા વગર એક્ટિવા પર રખડવા નીકળ્યા હતાં. આ દરમિયાન પોલીસની ચેક પોસ્ટ જોઈને ભાગવા જતા પોલીસ કર્મીએ એ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, વાહન ચાલકે પોલીસકર્મી પર એક્ટિવા ચડાવી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતાં.
આ સમગ્ર ધટના સીસીટીવી કેદ થઈ ગઈ છે. જાણવા મળ્યું છે કે, આરોપી મોહંમદ શાદ મકસુદ શેખ અને સોહેલ અબ્દુલ રસીદ ખલીફા ઇરાદાપૂર્વક પોતાની એક્ટિવા પુરઝડપે ચલાવી ફરજ પરના પોલીસ કર્મી પર ચડાવી દીધી હતી. જેથી કારંજ પોલીસ દ્વારા 50 થી વધુ સીસીટીવી ચેક કરી એક્ટિવા ચાલકની દરિયાપુરથી ધરપકડ કરવામાં આવી છે.
ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો, કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ગઈકાલે સાંજે રૂપાલી પોલીસ ચોકી પાસે ફરજ બજાવતા હતા. તે દરમિયાન સાંજે 7 વાગ્યે એક્ટીવા પરથી પસાર થનારા બે લોકો માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસે તેમને રોક્યા હતા. આ દરમિયાન વાહનચાલક એક્ટિવા પાછુ વાળી ભાગી રહ્યાં હતાં.
View this post on Instagram
પોલીસ કર્મી બીપીન પુજાભાઈ અને જીતેન્દ્ર આત્મરામ દુર ઉભા હોવાથી તે બન્નેને રોકવાનો પ્રયાસ કર્યો. તેમ છતા તેઓ પોલીસ કર્મી બિપિનભાઈ પર એક્ટિવા ચડાવી ત્યાંથી ભાગી ગયા હતાં. પોલીસ કર્મી પર એક્ટિવા ચડાવી દેતા પોલીસ કર્મી બિપિનકુમારને હાથે-પગે, મોઢા અને નાકના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ તેઓ ઘરે સારવાર લઇ રહ્યાં છે.
જાણવા મળ્યું છે કે, પકડાયેલ આરોપી ગારમેન્ટમાં સેલ્સમેન તરીકે કામ કરી રહ્યા હતા. પરતું, આરોપી કરફ્યૂ સમયે પોલીસ પકડે નહીં તે માટે એક્ટિવાની નંબર પ્લેટ વગર વાહન લઈને ફરતા હતાં. આ ઉપરાંત બન્ને આરોપી વિરૂદ્ધ અન્ય કોઈ ગુના છે કે, કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.