લોકડાઉનમાં બેરોજગાર બનેલા યુવકે મોજશોખ પુરા કરવા 29 એક્ટિવાની કરી ચોરી

અમદાવાદ(ગુજરાત): છેલ્લા ધણા સમયથી અમદાવાદ શહેરમાં વાહન ચોરીની ધટનાઓમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. ત્યારે વાસણા પોલીસે એક્ટીવા ચોરી કરનાર આરોપીની વાસણા વિસ્તારમાંથી અટકાયત કરીને 29 ગુનોઓનો ભેદ ઉકેલી કાઢયો છે. આરોપી દોલતસિંહ ઉર્ફે અજીતસિંહ સોલંકી સાબરમતી વિસ્તારમાં આવેલ જે.પી.ની ચાલીમાં રહે છે.

લોકડાઉન પહેલા આરોપી છુટક મજુરીનુ કામ કરતો હતો. પરંતુ લોકડાઉનમાં રોજગારી બંધ થઈ જતા અને પોતાના મોજસોખ પુરા ના થતા છેલ્લા 6 મહીનાથી વાહન ચોરી કરવા લાગ્યો હતો. છેલ્લા છ મહીનામાં આરોપીએ અમદાવાદ પુ્ર્વ અને પશ્ચીમના મોટો ભાગના તમામ વિસ્તારમાંથી  29 એક્ટીવા ચોરી કરી ચુક્યો છે. વાસણા પોલીસને ચોક્ક્સ માહિતી મળતા વાસણા વિસ્તારમાંથી આરોપીને પકડી પાડ્યો હતો.

જોકે આરોપીની ધરપકડ પછી પુછપરછ કરતા આરોપીએ 29 એક્ટીવા ચોરીની કબુલાત પોલીસ સમક્ષ રજુ કરી હતી. જેમાંથી 16 જેટલા વાહનો રીકવર પણ કરવામાં આવ્યા છે. આરોપી ચોરી કરવા માટે પહેલા પબ્લીકની અવર જવર વાળા વિસ્તાર પસંદ કરી ડુપ્લીકેટ ચાવી બનાવી તથા એક્ટીવાનુ લોક તોડી એક્ટીવા લઈ ભાગી જઈને ગુનાઓને અંજામ આપતો હતો. ત્યારે હાલ તો પોલીસે આરોપીની પુછપરછ કરતા વાહન ચોરી કરવા માટે તેનો એક સાગરીત પણ સાથે રાખતો હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ સાગરિત કોણ છે અને વાહનચોરીમાં તેનો શું રોલ રહેતો તે અંગે પુછપરછ શરુ કરી ગુનામા સંકળાયેલા અન્ય આરોપીને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *