દુનિયાભરમાં કોરોનાવાયરસ આગની જેમ ફેલાઈ રહ્યો છે. આપણે અજાણી જગ્યાઓને સ્પર્શતા પહેલા સો વખત વિચાર કરીએ છીએ. આપણે ખાવા-પીવામાં પણ સાવધાની રાખીએ છીએ. અને રિસર્ચર્સ દાવો કરે છે કે કોરોનાવાયરસ હવામાંથી ફેલાય છે.
જોકે ભારતની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સંશોધકોએ એસી ની મદદથી હવામાં જ કોરોનાવાયરસને મારવા માટેનું એક ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકરણ અલ્ટ્રાવાયોલેટ ટ્યુબનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. જે વિશેષ તરંગલંબાઈ વાળા કિરણોનું ઉત્સર્જન કરે છે અને હવામાં રહેલા કોરોનાવાયરસને મારી નાખે છે.
ડિવાઇસને શરૂ થવા માટે વધારે સમય નથી લાગતો એસી પાસે લાઈટ કરે ત્યારે ચાલુ થઈ અને કાર્યરત થાય છે. અંદર એવા ઇન્ડિકેટર મુકેલા છે જે બતાવે છે કે ક્યારે ટ્યુબને બદલવાની જરૂર છે.
આ ડિવાઇસની બનાવટ Lovely Professional University યુનિવર્સિટીના બીટેકના વિદ્યાર્થી મનીષ કોટનીએ, ડો. સોરભ લખનપાલ, એસોસિએટ પ્રોફેસર અને એડિશનલ ડીન, વિદ્યાર્થી કલ્યાણ વિભાગના વડા મનદીપ સિંઘ, સહાયક પ્રોફેસર, સ્કૂલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને રૂહુલ અમીનના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.
તેને આ ડિવાઈસ બનાવવા માટે એક મહિનાનો સમય લાગ્યો હતો. દરેક એકમની કિંમત રૂપિયા ૧૫૦૦ થી ૨૦૦૦ છે અને જો તેનો મોટાપાયે ઉત્પાદન થાય તો તેની કિંમતમાં ઘટાડો થશે તેવી અપેક્ષાઓ છે.
રેસ્ટોરન્ટ જીમ તેમજ થિયેટર જેવી બંધ જગ્યા ઉપર આ ઉપકરણ ખૂબ મદદરૂપ થઈ શકે છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે.
યુનિવર્સિટીના પ્રોફેસર નું કહેવું છે કે અમે આ નવા ઉપકરણને આગળ વિકસાવવા માટે ઉત્સુક છીએ, જે બંધ જગ્યામાં કોરોનાવાયરસનો ફેલાવો થતો ઘટાડવામાં નોંધપાત્ર રીતે મદદ કરે. આ ડિવાઇસને એસી સામે મૂકવાથી તે કોરોનાવાયરસને હવામાન સમાપ્ત કરી દે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en