મોદી સરકાર 2020 સુધીમાં દેશની વધુ 2 મોટી સરકારી કંપનીઓ વેચી મારશે

દેશના નાણાંમંત્રી નિર્મલા સિતારમને હાલમાં જ જણાવ્યું છે કે, ભારત સરકાર ઇચ્છે છે કે માર્ચ સુધીમાં એર ઇન્ડિયા અને ઓઇલ રિફાઇનરી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના વેચાણની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે, આવનારું વર્ષ એટલે કે 2020ની શરૂઆતમાં જ આ બંને કામ પૂરા થઈ જવાની આશા છે.

નિર્મલા સિતારમનું માનવું છે કે, જો સરકાર આ બંને કંપની વહેચે તો આ નાણાકીય વર્ષમાં ભારત સરકારને 1 લાખ કરોડની સહાય આ કંપનીઓ દ્વારા પ્રાપ્ત થાય. એર ઇન્ડિયાના વેચાણની પ્રક્રિયા શરૂ થવા પહેલા જ ખરીદનારો અને ઇન્વેસ્ટમેન્ટ કરનારમાં ભારે ઉત્સાહ દેખાયો છે. ગયા વર્ષે ઇન્વેસ્ટરોએ એર ઇન્ડિયાને ખરીદવામાં વધુ ઉત્સાહ નહોતો દર્શાવ્યો, એટલા માટે તેને વેચી નહોતી શકાય.

ઉલ્લેખનીય છે કે, અત્યારના નાણાકીય વર્ષમાં ટેક્સ કલેક્શનમાં ઘટાડો જોતા સરકાર વિનિવેશ અને સ્ટ્રેટેજિક સેલ મારફતે રેવન્યૂ એકત્રિત કરવા માગે છે.

નાણાંમંત્રીએ સાથે-સાથે કહ્યું છે કે, આર્થિક સ્થતિ પહોંચી વળવા માટે સમય પર જરૂરી પગલા ઉઠાવવામાં આવ્યા છે અને કેટલાય ક્ષેત્ર હવે મંદીમાંથી બહાર નીકળી ગયા છે. અને ઘણી બધી ભારતીય કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તેની આવક ઉપર બેલેન્સ જાળવી રાખે.

આ સિવાય તેમણે જણાવ્યું છે કે, તેમને આશા હતી કે અમુક ક્ષેત્રોમાં સુધારો થવાથી GSTની આવક માં વધારો થશે. આ સિવાય આ પગલાઓથી પણ ટેક્સ કલેક્શન વધી શકે છે. સુપ્રીમ કોર્ટે એસ્સાર સ્ટીલ પર જે ફેંસલો સંભળાવ્યો છે, તેમાં ઘણો સુધારો જોવા મળ્યો છે અને આગામી ત્રિમાસિકમાં આનો પ્રભાવ બેંકોની બેલેન્સ શીટ પર જોવા મળશે.

નિર્મલા સિતારમને કહ્યું હતું કે, લોકોમાં બદલાવ આવ્યો છે, કારણ કે તહેવારો દરમિયાન બેંકોએ 1.8 લાખ કરોડની લોનની વહેચણી કરી હતી. આ આર્થિક મંદીમાં લોકો પાસે કોઈ પૈસા આવાના રસ્તા બંધ થઇ ગયા હતા ત્યારે બેન્કોએ લોકોની મદદ કરી તેમણે લોકોની વહેચણી કરાવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *