હાલ તમે જોઈ રહ્યા હશો કે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે. દુનિયામાં પ્રદૂષણ એટલું ફેલાઈ રહ્યું છે રોગચાળો પણ ખુબ વધ્યો છે. હાલ ભારતની વાત કરીએ તો ભારતમાં પણ સૌથી વધુ પ્રદૂષણ થઇ રહ્યું છે. જેના કારણે હવામાન ખુબ બગડી રહ્યું છે. અને શુદ્ધ હવામાન મળતું બંધ થઇ ચુક્યું છે. અને તેનું મોટું કારણ જોઈએ તો હાલ વ્રુક્ષો ખુબ વધુ માત્ર માં કપાઈ રહ્યા છે. તેથી વરસાદમાં પણ ખુબ ઘટાડો થયો છે. અને આવી અસરોને લીધે ભયંકર રોગો ફાટી નીકળે છે.
હવાના પ્રદૂષણથી પર્યાવરણ અને સમાજ સાથે સ્વાસ્થ્યને પણ ભારે નુકસાન થાય છે. તેનાથી હૃદય રોગ થવાનું જોખમ પણ મોટી માત્રામાં વધી જાય છે. એપિડેમિઓલોજી નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં અને દક્ષિણ ભારતમાં થયેલાં રિસર્ચમાં આ વાત સામે આવી છે.
આ રિસર્ચમાં સામેલ કેથરિન જણાવે છે કે ઓછી અને માધ્યમ આવક ધરાવતા દેશોમાં અન્ય દેશોની સરખામણીએ હવાનું પ્રદૂષણ વધારે જોવા મળે છે. બાર્સિલોના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ દ્વારા ભારતમાં આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં હૈદરાબાદ અને તેલંગાણાના 3,372 લોકોને સામેલ કરવામા આવ્યા હતા.
આ તમામ લોકોના CMIT (કાર્ટોઇડ ઇન્સિમા મીડિયા થિકનેસ) ઇન્ડેક્સ અને LUR (લેન્ડ યુઝ રિગ્રેશન)નાં લેવલનું અવલોકન કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં જોવા મળ્યું કે 40 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોમાં CMITનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. તેને લીધે આ તમામ લોકોને કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ હતું.
WHOના કહેવા અનુસાર વ્યક્તિમાં PM2.5 નું લેવલ 10 µg/m3 માન્ય ગણાય છે. રિસર્ચમાં સામેલ તમામ લોકોમાં આ લેવલ સરેરાશ 32,7 µg/m3 જોવા મળ્યું હતું. આ આંકડો દર્શાવે છે કે વાયુ પ્રદૂષણ દેશમાં મોટી ગંભીર સમસ્યા બની ચૂકી છે અને હવે તેને નાબૂદ કરવાની આવશ્યકતા ઊભી થઈ છે.
સાથે-સાથે રિસર્ચમા સામેલ વૈજ્ઞાનિક કેથલિન જણાવે છે કે ડાયાબિટીસ અને મેદસ્વિતાના કેસ વધારે હોય તેવા તમામ દેશમાં આ રિસર્ચના પરિણામ લાગુ પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.