Airtel નો અત્યાર સુધીનો જબરદસ્ત પ્લાન- બમ્પર ડેટા સાથે મળશે આટલા બધા ફાયદા

ખાનગી ટેલિકોમ કંપની એરટેલ(Airtel)નો પ્રયાસ છે કે તે તેના ગ્રાહકોને ઓછી કિંમતે વધુ લાભો સાથે પ્લાન ઓફર (Offer) કરે. હવે આ દરમિયાન તેના ગ્રાહકોને ખુશ…

ખાનગી ટેલિકોમ કંપની એરટેલ(Airtel)નો પ્રયાસ છે કે તે તેના ગ્રાહકોને ઓછી કિંમતે વધુ લાભો સાથે પ્લાન ઓફર (Offer) કરે. હવે આ દરમિયાન તેના ગ્રાહકોને ખુશ કરતા એરટેલ કંપની(Airtel Company)એ એક ખૂબ જ દમદાર પ્લાન રજૂ કર્યો છે. જેની કિંમત 300 રૂપિયાથી ઓછી છે. Airtel કંપનીનો આ પ્લાન 30 દિવસની વેલિડિટી(Validity), અનલિમિટેડ કૉલિંગ(Unlimited calling), ફ્રી SMS અને પ્રાઇમ વીડિયો(Prime video) સાથે આવે છે. તો ચાલો એક નજર કરીએ એરટેલના આ શાનદાર પ્લાન પર.

એરટેલનો 296 રૂપિયાવાળો પ્લાન:
Airtel નો આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. એટલે કે એરટેલ યુઝર્સ આ પ્લાનનો આખા મહિના સુધી ઉપયોગ કરી શકે છે. પ્લાનમાં કુલ 25 GB ડેટા ઉપલબ્ધ છે. એટલે કે, વપરાશકર્તાઓ એક દિવસમાં પણ સમગ્ર ડેટાનો ઉપયોગ કરી શકે છે, અથવા તેઓ એક મહિના માટે પ્રાપ્ત ડેટાનો ઉપયોગ કરી શકે છે.

પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત દરરોજ 100 SMS પણ આપવામાં આવી રહ્યા છે. પ્રાઇમ વિડિયો મોબાઇલ એડિશનની 30 દિવસ સુધી ફ્રી ટ્રાયલ, ફ્રી હેલો ટ્યુન્સ, ફ્રી વિંક મ્યુઝિક અને એરટેલ એક્સસ્ટ્રીમ સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે.

તેમજ રિલાયન્સ જિયો કંપનીએ થોડા સમય પહેલા 296 રૂપિયા વાળો પ્લાન લોન્ચ કર્યા હતો. આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને કુલ ઇન્ટરનેટ વપરાશ માટે 25 GB ડેટા આપવામાં આવતા હતા. Jioનો આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને તમામ નેટવર્ક પર અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા પણ મળી રહી છે.

આ ઉપરાંત Jioના આ પ્લાનમાં Jio Cinema, Jio Cloud, Jio News, Jio TV અને Jio સિક્યુરિટી એપ્સની ફ્રી એક્સેસ ઓફર કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, ગ્રાહકોને દરરોજ 100 SMS પણ ઓફર કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *